Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પોતાના કપડા સહિતના સામાનનો થેલો રીક્ષામાં વરરાજા ભૂલી ગયા ને ૧ કલાકમાં જુનાગઢ પોલીસે શોધી કાઢયો

જુનાગઢ, તા. ૭ : લગ્ન પ્રસંગમાં રૂ. ૧૨,૦૦૦/-ના વરરાજાના કપડા સહીતના સામાનના ૩ થેલા ઓટો રીક્ષામાં ભુલી જતા, જૂનાગઢ પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી ફ્‌ક્‍ત ૧ કલાકમાં ૩ થેલા શોધી કાઢેલ હતા.

અરજદાર મીતેષ મધુસુદનભાઇ જોષી હરીઓમ નગર ઝાંઝરડા રોડ ખાતે રહેતા હોય અને પોતાના લગ્નનો પસંગ હોય જેથી લગ્નના આગળના દીવસની વીધી માટે પોતે પોતાના ઘરેથી જવાહર રોડ સ્‍થીત વાડીએ જતા હોય, પોતે વરરાજા હોય અને લગ્ન સ્‍થળે પહોચી ગયા બાદ તેમને માલુમ થયેલ કે લગ્ન વીધી દરમ્‍યાન પહેરવાના કપડાનો થેલો કયાંય જોવા મળેલ નહી, બાદમાં તેમને માલુમ થયેલ કે તેમના કપડાના ૩ થેલા ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ, તેઓ ચીંતામાં સરી પડેલ અને હવે લગ્નમાં કયા કપડા પહેરશે? તેઓ વ્‍યથીત થઈ ગયેલ હતા. બાબતની જાણ ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એન.એ.શાહ, પો.કોન્‍સ. વનરાજસીંહ ચુડાસમાં તથા નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.હેડ કોન્‍સ. રામશીભાઇ ડોડીયા, કુસુમબેન મેવાડા, જીતુસીંહ જુંજીયા, એન્‍જીનીયર નીતલબેન મેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી મીતેષ જોષી જે સ્‍થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્‍થળના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરી તે ઓટો રીક્ષા શોધી કાઢેલ હતી.

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્‍ટાફ દ્વારા ઓટો રીક્ષા ચાલકને શોધી પૂછ પરછ કરતા ૩ થેલા તેમની ઓટો રીક્ષામાં ઉપરના ભાગે હોય જેથી રીક્ષા ચાલકને પણ આ ૩ થેલા ઓટો રીક્ષાના ઉપરના ભાગે છે તે ખ્‍યાલ ના હતુ, પોલીસ દ્રારા વરરાજાનો સામાન હોય અને તેમના લગ્નના દીવસે જ બનાવ બનેલ હોય જેથી તાત્‍કાલીક સમયની મર્યાદા ધ્‍યાને લઇ અને ફ્‌ક્‍ત ૧ કલાકમાં રૂ. ૧૨,૦૦૦/- ના કીંમતી કપડા સહીતના સામાનના ૩ થેલા પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને મીતેષ જોષી દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:16 pm IST)