Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પોરબંદરમાં પૂ.રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહ

ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા તડામાર તૈયારીઓ : કથામાં તમામ સમાજ જોડાશેઃ કથા સાથે કૃષિ અને ઉદ્યોગ મેળો

પોરબંદર, તા., ૭:  આગામી  માર્ચ મહિનામાં કથાકાર પૂ.રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને યોજાનાર ભાગવત સપ્તાહ માટે તડામાર તૈયારી શરૂ થઇ છે. ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્‍સીલ  દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં તમામ સમાજ જોડાશે.

આગામી તા.૧૨ માર્ચના યોજાનાર ભાગવત સપ્તાહનું ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા આયોજન થયું છે.  જેમાં તમામ સમાજ જોડાશે. આ સપ્તાહ દરમિયાન કૃષિ અને ઉદ્યોગ મેળો પણ યોજાશે. ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા ચોપાટી મેદાન ખાતે સપ્તાહ યોજાશે. જેમાં દરેક સમાજના લોકો જોડાશે.

કથાકાર રમેશભાઇ ઓઝા ઉપસ્‍થિત શ્રોતાગણને કથાનું રસપાન કરાવશે. આ અંગે પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ જણાવ્‍યું હતું કે તા.૧૨ માર્ચે શહેરમાં બપોરે ર વાગ્‍યાથી ભવ્‍ય શોભાયાત્રા નિકળશે. જેમાં દરેક સમાજના લોકો જોડાશે. સાંજે દાંડીયારાસનું આયોજન છે. બાદ તા.૧૩ થી ૧૯ માર્ચ સુધી ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં બપોરે ૩.૩૦ થી ૭ સુધી સપ્તાહનું રસપા ન કરવામાં આવશે. સાંજે ૭ થી ૯ સુધી પ્રસાદી ભોજનની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. રાત્રે ૯ વાગ્‍યા બાદ લોક ડાયરો યોજાશે. તા.૧૪ થી ૧૭ માર્ચ દરમ્‍યાન કૃષિ મેળો અને ઉદ્યોગ મેળો યોજાશે. જેમાં સવારે ૧૧ થી  ૩ અને સાંજે   ૭ થી ૯ સુધીનું આયોજન કર્યુ છે.

 મહેર સમાજ દ્વારા ડીજીટલ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવશે. તેમજ પોરબંદરના વિકાસ માટે વિચારણા આયોજન કરવામાં આવશે. આ ભાગવત સપ્તાહમાં દરેક સમાજના લોકો જોડાશે ત્‍યારે આ ધાર્મિક આયોજનનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(1:19 pm IST)