Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વીરપુર-જેતપુર-રાજકોટ વચ્‍ચે બાયોડિઝલનો વેપલો

 વિરપુર,તા.૭ : વીરપુર- જેતપુર - રાજકોટ વચ્‍ચે ફરી ઠેકઠેકાણે બાયોડિઝલનું ધૂમ વેચાણ શરૂ થઈ ગયાની સચેત લોકોએ લાગતાં વળગતાઓને રજૂઆતો કરવાનું શરૂ કર્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

 કાગવડના પાટિયા પાસે તેમજ વીરપુર વછરાજ હોટેલ પાસે ગોમટા ચોકડી પાસે ગોંડલ રામ દ્વાર પાસે આવેલ બ્રિજ પાસે વિગેરે અનેક જગ્‍યાએ ફરી બાયોડિઝલનું વેચાણ શરૂ થયું છે. અગાઉ આવી વ્‍યાપક ફરિયાદોને લીધે રાજકોટ જિલ્લા કલેકટરે લાલ આંખ કરી બાયોડીઝલનો કાળો કારોબાર બંધ કરાવ્‍યો હતો. પરંતુ આ વેપલો ફરી એકાએક શરૂ થઈ જવા મામલે સંબંધીતોની ભૂમિકા સામે અનેક સવાલો પેદા થયા છે.

આ બાબતે જાણી ગયેલા લોકો હવે ફરી વીરપુર, જેતપુરથી રાજકોટ વચ્‍ચે શરૂ થયેલા બાયોડિઝલના વેચાણને બંધ કરાવવા મેદાને પડ્‍યા છે. રજૂઆત કરનાર લોકોનું કહેવું છે કે, બાયોડિઝલના વેચાણ કરતાં શખ્‍સો યેનકેન પ્રકાર ધમકીઓ આપવા લાગ્‍યા છે.   વાહનોની લે-વેચ અને સર્વિસ - રિપેરિંગ સાથે સંકળાયેલા અભ્‍યાસુઓનું કહેવું છે કે, ડીઝલ અને પેટ્રોલ સિવાય જો વાહનોમાં બાયોડીઝલ વાપરવામાં આવે તો જે તે વાહનના એન્‍જિનની અંદાજે ૧૦ વર્ષ આયુષ્‍ય ઘટી જાય છે એટલે કે એન્‍જિનને મોટું નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે જો બાયોડિઝલનો વપરાશ યોગ્‍ય અને ફળે તેવો હોય તો જે તે વાહનની કંપનીઓ જ જાહેરાત કરે કે બાયોડિઝલ વાપરજો ! સાથે સાથે બાયોડિઝલ વપરાશ કરતા વાહનોના ધુમાળાથી લોકોના અરોગ્‍ય પર પણ અસર થાય છે.

 

(1:22 pm IST)