Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વ્‍યાજ માફીયાઓ સામે પોલીસે જાતે ફરિયાદી બનવાનું ગુજરાતમાં સહુ પ્રથમ પ્રયોગ કરનાર હર્ષદ મહેતાનું ભવ્‍ય બહુમાન

સુરત સીપી અજય કુમાર તોમરે જાતે યશ લેવાને બદલે મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય પાસે તાબાના અફસરોને માન અપાવ્‍યું : દરિયાદિલી પર સમગ્ર સુરત પોલીસ આફ્રિન : વ્‍યાજખોરોથી લોકોને બચાવવા પોલીસ કંટ્રોલ મારફત લોનની અદભૂત સંકલન કરનારા ડીસીપી રૂપલ સોલંકી મકવાણા, જેની મહેનત રંગ લાવી એવા પીસીબી પીઆઇ આર. એસ. સુંવેરા અને ક્રાઇમ બ્રાન્‍ચના શ્રી મોદી વિગેરેને પણ પ્રણનાંપત્ત આપી બહુમાન કરાયું

રાજકોટ, તા.૭: રાજયના મુખ્‍ય પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્‍યા બાદ ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરત શહેરની મુલાકાતે આવેલ વિકાસ સહાય પોતાના બેચમેટ એવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરની ગુનેગારો સામે કડકાઈ અને લોક ઉપયોગી, લોક કલ્‍યાણ માટેની કામગીરીમાં રાજ્‍યભરમાં અવ્‍વલ રહેવાની કામગીરી જાતે નિહાળી ખૂબ પ્રસંશા વ્‍યકત કરવા સાથે વિવિધ અધિકારીઓ દ્વારા અને ખાસ કરી  વ્‍યાજ માફીયાઓ સામે પોલીસ સામેથી ફરિયાદી બની, દસ્‍તાવેજો કબજે કરી એક સાથે ૨૮ વ્‍યાજખોરો સામે સહુ પ્રથમ પગલા લેવાની આખી ડિઝાઇન ત્‍યાર કરી સમગ્ર ગુજરાતમાં સુરત મોડેલ તરીકે પ્રચલિત બને તેવી જહેમત ઉઠાવવા બદલ વિકાસ સહાય દ્વારા સુરત ઝોન- ૫ ના ડીસીપી હર્ષદ મહેતાનું સ્‍પેશ્‍યલ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવેલ.                           

 વ્‍યાજખોરોના ત્રાસમાંથી મુક્‍તિ બાદ હજારો લોકો માટે લોનની વ્‍યવસ્‍થાનું સંકલન ગોઠવવામાં સીપી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવનાર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી મકવાણા, પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા, ક્રાઈમ બ્રાન્‍ચ પીઆઇ શ્રી.મોદી તથા વર્ષોથી સાયકલ પર નીકળી પેટ્રોલિંગ કરતા એક હેડ કોન્‍સ્‍ટેબલ અંગેના આઇજી પિયુષ પટેલ પાસેથી વિગત મેળવી તેમનું પણ બહુમાન કરવામાં આવેલ.

 ઉક્‍ત પ્રસંગે સુરત રેન્‍જ વડા અને એડિશનલ ડીજીપી લેવલના સિનિયર આઇપીએસ પિયુષ પટેલ સહિત વિવિધ આઇપીએસ અઘિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(1:26 pm IST)