Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પોરબંદર જેસીઆઇ ટીમને શુભેચ્‍છા પાઠવતા આગેવાનો : નવમાં સ્‍થાપના દિનની ઉજવણી

 

પોરબંદર,તા.૭ : જેસીઆઈ પોરબંદર યુનિટ છેલ્લા નવ વર્ષથી યુવા પેઢીના વ્‍યક્‍તિત્‍વ વિકાસ અને સામાજિક કાર્યક્રમોના આયોજનો કરીને શહેરની એક અગ્રીમ હરોળની સંસ્‍થા તરીકે પ્રસ્‍થાપિત થઈ છે.  ૬ ફેબ્રુઆરીના રોજ જેસીઆઈ પોરબંદરનો સ્‍થાપના દિવસે  શહેરના સામાજિક આગેવાનોએ જેસીઆઈ પોરબંદરની ટીમને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 વિશ્વ શાંતિના સંદેશા સાથે આજથી ૧૦૭ વર્ષ પહેલાં જેસીઆઈ (જુનિયર ચેમ્‍બર ઇન્‍ટરનેશનલ)ની સ્‍થાપના કરવામાં આવી હતી. આજે આ સંસ્‍થા વિશ્વના ૧૨૫ જેટલા દેશોમાં કાર્ય કરી રહી છે.

પોરબંદરમાં ૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ લાખણશીભાઇ ગોરાણીયાના નેતળત્‍વમાં જેસીઆઈ પોરબંદરની સ્‍થાપના કરવામાં આવી હતી. જેસીઆઈના બંધારણ મુજબ દર વર્ષે નવા પ્રમુખની નિમણુંક થતી હોવાથી ૨૦૧૫માં બિરાજ કોટેચા, ૨૦૧૬માં સંજય કારીયા, ૨૦૧૭માં કલ્‍પેશ અમલાણી, ૨૦૧૮માં સંદીપ કાનાણી, ૨૦૧૯માં નિલેશ જોગીયા, ૨૦૨૦માં તેજશ બાપોદરા, ૨૦૨૧માં હાર્દિક મોનાણી અને ૨૦૨૨માં રોનક દાસાણીએ જેસીઆઈ પોરબંદરનું નેતળત્‍વ કર્યું હતું. હાલ ૨૦૨૩માં સાહિલ કોટેચા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

આ નવ વર્ષમાં સ્‍થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણીયાનું નેતળત્‍વ અને તમામ પ્રમુખોની કાર્યકુશળતા તથા ટીમવર્કના કારણે જેસીઆઈ દ્વારા અઢળક પ્રવળત્તિઓ થઈ છે,  સામાજિક જગત ધબકતું થયું છે. જેસીઆઈમાં કોઈપણ સમાજ કે ધર્મના ૧૮ થી ૪૦ વર્ષના યુવક યુવતીઓ સભ્‍ય બની શકે છે તથા જેસીઆઈ પોરબંદરમાં મહિલા વિંગ પણ બહેનો અને બાળકો માટે સુંદર કાર્ય કરી રહી છે.

 જેસીઆઈ પોરબંદર દ્વારા નવ વર્ષમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્‍યમથી અંદાજે બે લાખ લોકો સુધી પહોંચી વ્‍યક્‍તિત્‍વ વિકાસ અને સેવાકીય તથા સામાજિક કાર્યો કરવામાં આવ્‍યા છે. જેમ કે સેવાકીય કાર્યોમાં સર્વરોગ નિદાન કેમ્‍પો, રક્‍તદાન કેમ્‍પો, કોવિડ સમયે અનેક રીતે લોકસેવાના કાર્યો કરવામાં જેસીઆઈ સતત સક્રિય રહી હતી. વ્‍યક્‍તિત્‍વ વિકાસના કાર્યોમાં વિવિધ સરકારી નોકરીની ભરતીઓ માટે માર્ગદર્શન સેમિનાર,  શાળા કોલેજના વિધાર્થીઓ માટે ટ્રેનિંગ સેમિનાર, નેશનલ લેવલની જનરલ નોલેજ સ્‍પર્ધાઓ, આંતર કોલેજ વક્‍તળત્‍વ સ્‍પર્ધાઓ વગેરે.

આ ઉપરાંત પોરબંદરની જનતામાં પડેલી વિવિધ કલાને બહાર લાવવા વોઇસ ઓફ પોરબંદર કાર્યક્રમ, નવરાત્રી રાસોત્‍સવ, ડાન્‍સ કોમ્‍પિટિશન, ડ્રોઈંગ કોમ્‍પિટિશન, મહેંદી કોમ્‍પિટિશન, રંગોળી કોમ્‍પિટિશન, હેલ્‍ધીબેબી કોમ્‍પિટિશન જેવા અનેક કાર્યક્રમોના આયોજનોથી સ્‍પર્ધકોને સ્‍ટેજ આપવાની કોશિશ કરી છે. આ ઉપરાંત લોક જાગળતિના કાર્યક્રમોમાં દર વર્ષે પોરબંદર પોલિશ સાથે મળીને ટ્રાફિક વિક સેલિબ્રેશનનું આયોજન, ઇંધણ બચાવો અને પર્યાવરણ જાળવણી માટે સાયકલોથોન, મેરેથોન, કુદરતી આફતો સમયે વ્‍યક્‍તિગત સામનો કેવી રીતે કરી શકાય તે માટે પ્રાથમિક સારવારની તાલીમો, આરોગ્‍ય દિવસની ઉજવણી, વ્‍યસન મુક્‍તિ અને આરોગ્‍ય જાગળતિના કાર્યક્રમ વગેરે અનેક કાર્યક્રમોના આયોજનો કરી નવ વર્ષમાં લગભગ બે લાખથી પણ વધુ લોકોને પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ બનવા પ્રયત્‍ન કર્યો છે.

 

(1:58 pm IST)