Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ગીર સોમનાથના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા સહિત ૪ને ૬ મહિનાની જેલ સજા : ફરીયાદી મીત વૈદ્ય કહે છે વધુ સજાની માંગણી સાથે સેશન્‍સ કોર્ટમાં અરજી કરશુ

૨૦૧૦ના ચોરવાડમાં થયેલ મારામારીના એક કેસમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમાને માળીયા હાટીના કોર્ટે ૬ મહિનાની સજા ફટકારી છે : અન્‍ય ૪ લોકોને પણ ૬ મહિનાની જેલ સજાનો હુકમ કર્યો છે : ૭ નવેમ્‍બર ૨૦૧૦ના રોજ બેસતા વર્ષના દિવસે મીત રોહનભાઈ વૈદ્ય અને હરીશ નારણભાઈ ચુડાસમા ઉપર હોલીડે કેમ્‍પ દરીયાકિનારે વિમલ ચુડાસમાએ પ્રાણઘાતક હથિયારો થી હુમલો કર્યો હતો, તે બાબતનો કેસ થયેલ જે અંતર્ગત આજરોજ માળીયા હાટીનાની ચીફ જ્‍યુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટની અદાલતે ૬ મહિનાની સજા વિમલ ચુડાસમા સહિત ૪ને સજા ફટકારી છે : મીત વૈદ્યએ વિડીયો સંદેશમાં જણાવ્‍યુ હતું કે, હજુ વધુ સજાની માંગણી સાથે અમે સેશન્‍સ કોર્ટમાં જશુ : ફરીયાદ અને સરકાર પક્ષે એપીપી એડવોકેટ શ્રી સિંધી અને સ્‍પેશ્‍યલ પીપી એડવોકેટ શ્રી ડીસી ઠાકર રોકાયા હતા

(4:16 pm IST)