Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ઉનાના સીમર તથા કાળાપણમાં ગેરકાયદે રેતી ભરેલા ૪ ટ્રેકટરો ઝડપાયા : ટ્રેકટરો સહિત ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

(નીરવ ગઢિયા દ્વારા) ઉના,તા. ૭: તાલુકાના સીમર અને કાળાપણમાં પ્રાંત અધિકારીએ ચેકિંગ હાથ ધરીને ગેરકાયદે રેતી ભરેલા ૪ ટ્રેકટરો પકડી પાડ્યા હતા. ગેરકાયદે રેતી ભરેલા ટ્રેકટરો સહિત ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાય છે.

ઉનાના સીમર તથા કાળાપણ ગામે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ચોરી થતી હોય તેવી ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે રેતી ચોરીની બાતમી મળતા ઉના પ્રાંત અધિકારી ઉના મામલતદાર તેમજ ભૂસ્તર શાસ્ત્રી વાઘાણી દ્વારા સંયુકત ટીમ બનાવી હતી જેમાં ઉનાના સીમર ગામેથી બે ટ્રેકટર તથા કાળાપણ ગામેથી બે ટ્રેકટર રેતી ભરેલ આવતા હોય આ ટ્રેકટરો રોકાવી તપાસ કરતા કોઈપણ પ્રકારની પાસ પરમીટ વગર રેતી ચોરી કરેલ હોય તેથી તંત્ર દ્વારા આ ચાર ટ્રેકટરો ઝડપી અંદાજિત ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાય છે. સિમર દરિયા કિનારો વિશાળ હોય ત્યારે દિવસ તેમજ રાત્રી દરમિયાન બેફામ દરિયાઈ રેતી ચોરી થતી હોય ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રેતી ચોરી બંધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

(10:22 am IST)