Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જુનાગઢ શહેર-જિલ્લામાં કોરોના બેફામઃ નવા કેસનો સતત વધારો

જુનાગઢમાં સંક્રમણ વધુ ફેલાયુ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : જુનાગઢ શહેર-જિલ્લામાં કોરોના બેફામપણે વધી રહ્યો  હોય લોકો અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.

જિલ્લાના શહેરી વિસ્તારો ઉપરાંત ગામડાઓમાં પણ કોરાનાએ પોતાની નાગચુડ પ્રસરાવી છે.

મંગળવારની સ્થિતિએ જિલ્લામાં વધુ ૩૭ કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ ર૧ કેસ જુનાગઢ સીટીના છે. શહેરમાં સતત સંક્રમણ ફેલાતા કોરોના પોઝીટીવ કેસમાં પણ ઝડપભેર વધારો નોંધાયો છે.

જુનાગઢ ગ્રામ્યમાં એક નવો કેસ નોંધાયો છે કેશોદ-માણાવદરમાં પાંચ-પાંચ, માળીયા તથા વંથલીમાં બે-બે તેમજ વિસાવદરમાં એક નવા દર્દીએ એન્ટ્રી કરી છે.

જો કે નવા ૩૭ કેસ સામે જિલ્લાના ૧૬ દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા.

દરમ્યાન પ્રાપ્ત માહિતી મુજબ ધંધુસર ગામે સરપંચ સહિત ૧પ ગ્રામજનો સંક્રમિત થયા છે. જુનાગઢના વડાલ ગામે કોરોનાના વધતા કેસને ધ્યાને સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

(12:38 pm IST)