Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરેન્દ્રનગરમાં હાહાકાર : ૨ કલાકમાં ૫ કોરોના દર્દીના મોત

અંતિમવિધી માટે સ્મશાનગૃહમાં લાઇનો : મેનેજર ઓફિસને તાળુ મારીને નીકળી ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ : આજે વહેલી સવારે બે કલાકના સમયગાળામાં કોરોનાના ૫ દર્દીઓના મોત નિપજયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે વહેલી સવારે સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર માટે કોરોનાના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહેલી સવારે પાંચ વાગ્યાથી સાત વાગ્યાના અરસામાં પાંચ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજવા પામ્યા છે.

જેમાં શહેરની હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપર વસવાટ કરતા યુવકનું મોત નિપજયું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ૫૭ વર્ષીય સોની વૃદ્ઘનું મહર્ષિ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે. અન્ય એક યુવક ધ્રાંગધ્રાનો હોય તેનું પણ મોત નીપજયું છે અને અન્ય બે દર્દીઓના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના કાળમુખો બનતો જઈ રહ્યો છે છેલ્લી બે કલાકમાં પાંચ દર્દીઓના મોત નીપજયા છે. તમામના અગ્નિ સંસ્કાર સુરેન્દ્રનગર શહેરના સ્મશાન ખાતે કરવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યો છે સામે મૃતકની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે સરકારી ચોપડે માત્ર ૩૫ લોકોના અત્યાર સુધીમાં મોત નિપજયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કોરોના ના કારણે અંદાજિત ૨૭૫ લોકોના મોત નિપજયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે તેના ચોપડા ઉપરથી પણ આ પ્રકારની માહિતી પ્રાપ્ય થઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ એ માઝા મૂકી છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે તેને લઈને દર્દીઓના ટપોટપ મોત પણ લીધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના કોરોના સંક્રમણના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ૧૨ દર્દીઓના મોત નિપજયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે વહેલી સવારે બે કલાકના અરસામાં પાંચ જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે તમામના અગ્નિસંસ્કાર સુરેન્દ્રનગર શહેરના સ્મશાન ખાતે કરવામાં આવ્યા હોવાનું ડોકટરે ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર સ્મશાન જાણે ઘણી ધોરી વગરનું બન્યું હોય તેવું વહેલી સવારે લાગી રહ્યું હતું ત્યારે ખાતે બેસાડવામાં આવેલા મેનેજર પોતાની ઓફિસને તાળું મારીને નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(12:47 pm IST)