Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જસદણ પંથકમાં આજે પણ કોરોનાની તોફાની બેટીંગઃ હાફ સેન્ચ્યુરી ફટકારતા ભય

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૭ :. જસદણ પંથકમાં આજે પણ કોરોના એ તોફાની બેટીંગ કરી હાફ સેન્ચુરી ફટકારતા લોકોમાં ભય ફેલાય ગયો છે.

જસદણ પંથકમાં અને શહેરમાં રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જસદણ સરકારી દવાખાને થયેલા ટેસ્ટમાં ૪૮ કેસો સામે આવ્યા છે.

જો કે જસદણ સરકારી દવાખાને કરવામાં આવેલા ટેસ્ટીંગ માત્ર જસદણ શહેરના નથી આ તાલુકામાંથી જસદણ આવેલા દર્દીઓ છે.

આ ઉપરાંત તાલુકાના આરોગ્ય કેન્દ્રમા રેપીડ ટેસ્ટ અલગ. જો કે તાલુકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્રોમાં થયેલા ટેસ્ટીંગમાં બહુ કેસો પોઝીટીવ નથી આવ્યાં.

આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળ્યા મુજબ હાલની સ્થિતિએ જસદણ પંથકના મોટાભાગના ગામડામાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે ત્યારે ગામના સરપંચો અને આગેવાનોએ આગળ આવી કોરોનાનુ સંક્રમણ ગામડામાં વધુ ન ફેલાય તે માટે આગળ આવી જરૂરી પગલા ભરે તેવી લોક માંગણી ઉઠી છે.

(12:47 pm IST)