Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અમરેલી જીલ્લામાં કોરોનાથી ૧૩ દિ'માં ર૦નાં મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કોરોનાનાં બીજા રાઉન્ડમાં ગામડાઓમાં કોરોના ન પહોંચે તેની તકેદારી રાખવા ચિંતા વ્યકત કરી હતી. તે ચિંતા સાચી ઠરતી હોય તેમ પ્રાથમિક રીતે બહાર આવેલી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી, લીલીયા અને કુંડલા પંથકના ત્રણ ગામોમાં છેલ્લા ૧૩ દિવસમાં બિમારીને કારણે ર૦ લોકોના મોત નીપજતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સાવરકુંડલાના ધાર (કેરાળા) ગામે તા. રપ મી એ પ્રથમ મરણ થયું હતું સુરતમાં રહેતા અને છેલ્લા ૧પ-ર૦ દિવસથી વતન ધાર આવેલા પ્રવિણભાઇ કનુભાઇ ડાવરાનું નીધન થયુ હતું તેમની અંતિમ વિધી માટે તેમના મૃતદેહને સુરત લઇ જવામાં આવ્યો હતો ત્યારબાદ તા. ર૬-૩ ના ગંગાબેન મગનભાઇ સુદાણી તા. ર૭ ના દિવાળીબેન રવજીભાઇ ઠુંમર, તા. ૩૧ ના બાબુભાઇ મનજીભાઇ શિરોયા અને તા. ૩ ના ર૬ તારીખે મૃત્યુ પામનાર ગંગાબેનના પતિ મગનભાઇ નાનજીભાઇ સુદાણી તથા તા. ૪ ના જીવીબેન શામજીભાઇ સુદાણી, તા. પ ના મગનભાઇ લખમણભાઇ સુદાણી અને તા. ૬ ના બચુભાઇ નારણભાઇ સુદાણીના મૃત્યુ નિપજયા હતા ધારના સુદાણીપરા અને પીર વિસ્તારમાં મરણનું પ્રમાણ અને બિમારીનું પ્રમાણ સૌથી વધારે દેખાયુ હતું ધાર ગામમાં તા. રપ થી ૬ સુધીમાં આ આઠ લોકો ઉપરાંત સુરત રહેતા ધાર ગામના બાવચંદભાઇ રામાણી અને અમદાવાદ રહેતા પોપટભાઇ ઠુંમરનું નિધન થયું હતું.

૭૪૮ મતદારો ધરાવતા ધાર ગામની વસ્તી સરકારી ચોપડે ૧૬૦૦ છે પણ ત્યાં માત્ર ૯૦૦ જેટલા લોકો રહે છે તેમાં ટપોટપ આવા બનાવો બનતા ગામના સરપંચ શ્રી યોગેશભાઇ ખુમાણએ ગંભીરતા પારખી અને હેલ્થ વિભાગને જાણ કરતા ગામમાં ૮૦ ટકા વેકિસનેશન પુરૂ કરાવ્યુ અને આજે કરાયેલા રેપીડ ટેસ્ટમાં કોરોનાનાં ૮ પોઝીટીવ કેસ નીકળ્યા હતા અહીં જો ઘરે ઘરે સર્વેલન્સ થાય તો અહીં હજુ પણ મૃત્યુદર ઘટી શકે તેમ છે મૃત્યુ પામનાર તમામના મૃત્યુ પાછળનું કારણ બિમારી હતી તે કઇ હતી તે સચોટ રીતે બહાર નથી આવ્યુ પણ આ ગામમાં રેપીડમાં નીકળેલા  ૮ કેસથી કોરોનાની શકયતા વધી જાય છે.

છેલ્લા ૧૦ દિવસમાં અમારા ગામમાં ૬ મૃત્યુ થયા છે અને ગામમાં તાવ અને શરદીના ઘેર ઘેર ખાટલા છે અમારા ગામમાં રોગચાળા પાછળ સત્સંગ અને પાણીઢોળના પ્રસંગ પછી રોગચાળો ઉપડયો છે અહીં આરોગ્ય તંત્ર દ્વારા ઘેર ઘેર તપાસણી થવી જોઇએ.

આંબા ગામમાં હાલમાં ૩૦૦૦ હજાર લોકો રહે છે આજે મંગળવારે અહીંથી રાજકોટ લઇ જવાયેલા ૭પ વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો પરંતુ તેમને તકલીફ કોરોના જેવી જ હતી તેમનું મૃત્યુ થયુ હતું ગઇકાલે સોમવારે અમરેલી સીવીલમાં ૮૦ વર્ષના વૃધ્ધાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને મૃત્યુ નીપજયું હતું અને શુક્રવારે ૬પ વર્ષના વૃધ્ધાને તાવ આવ્યો અને ગામમાં જ મૃત્યુ પામ્યા હતાં. આ ઉપરાંત આજે મંગળવારે જ એક ૩પ વર્ષના બિમાર યુવાનનું મૃત્યુ થયુ હતું તથા દસેક દિવસ પહેલા ૯પ વર્ષના મહિલાનું મૃત્યુ થયુ હતું અને ત્રણ દિવસ પહેલા ૪પ વર્ષના આઘેડનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયુ હતું આમ ૧૦ દિવસમાં અમારા ગામમાંથી ૬ લોકોના મૃત્યુ થતા અમારા ગામમાં ભય ફેલાયો છે અને તાત્કાલીક આરોગ્યની ટીમ પગલા લે તે જરૂરી છે.

ડાયાબીટીસના દર્દી એવા ૬૦ વર્ષના મહિલાનું મૃત્યુ થયુ છે રવિવારે ન્યુમોનીયાની તકલીફથી ૪૪ વર્ષના આઘેડનું મોત ન થયુ છે અને ૪ર વર્ષના આઘેડનું ન્યુમોનીયાથી ભાવનગર દવાખાને સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે જયારે અકાળાના વતની અને સુરત રહેતા ૮૦ વર્ષના વૃધ્ધનું મૃત્યુ થયુ છે આમ ૩ દિવસમાં ગામમાં ચાર લોકોના મૃત્યુ થયા છે.

(12:50 pm IST)