Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

નિખિલ દોંગા ફરાર કેસમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના સ્ટાફની સંડોવણી ખુલી- એકની ધરપકડ

નિખિલના સાગરીતોની પૂછપરછમાં હોસ્પિટલ સ્ટાફનું નામ ખૂલ્યું

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) ગોંડલના કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા ફરાર કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. હાલે આ કેસમાં રિમાન્ડ ઉપર રહેલા નવ આરોપીઓની પૂછપરછ અને તપાસ ડીએસપી સૌરભસિંઘની દેખરેખમાં ડીવાયએસપી જે.એન. પંચાલ ચલાવી રહ્યા છે. તપાસનીશ અધિકારી શ્રી પંચાલે આપેલી માહિતી અનુસાર જી. કે. જનરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોઇ તે બાબતે રજીસ્ટર કરવામાં આવેલ  ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં- ૪૬૦/૨૦૨૧ ઈ.પી.કો.કલમ ૨૨૧,૨૨૩,૨૨૪,૨૨૫,૧૨૧(બી), ૩૨૮,૪૬૫,૪૬૮  તથા પ્રિજન એકટ કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબના ગુનાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર  નવ આરોપીઓ હાલમા પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર છે. 

આ આરોપીઓની પુછપરછ દરમ્યાન જી.કે. જનરલ હોસ્પિટલના  મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર ઓન ડયુટી તરીકે ફરજ બજાવતા વિજયભાઇ વિઠ્ઠલભાઇ સાંઘાણી ઉ.વ. ૩૩  (રહે. માધાપર, ભુજ જિ. કચ્છ) એ આરોપી નિકુંજ ઉર્ફે નિખિલ દોંગાને જી.કે. જનરલ હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં મદદગારી કરેલ હોવાની હકીકત  જણાઇ આવતા આ આરોપીની પુછપરછ કરતા તેને ગુનાનો એકરાર કરેલ હોઇ આરોપી વિજય સાંઘાણીને ગઇકાલે રાત્રે ૧૧ વાગે અટક કરવામા આવેલ છે. સદર ગુનાની તપાસના કામે  મજકુર આરોપીને આજ રોજ નામદાર  ભુજ કોર્ટમાં રજુ કરી  પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

(12:54 pm IST)