Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મોરબી જિલ્લાના ખાખરેચી ગામમાં પરિસ્થિતિ ભારે ગંભીરઃ દર્દીઓને હોસ્પીટલની બહાર પાથરણા પાથરીને બાટલા ચડાવાયા

મોરબીઃ મોરબી જિલ્લામાં દિવસેને દિવસે કોરોના કેસની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. આવા સમયે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામે દર્દીઓની હાલત દયાજનક છે. ખાખરેચી ગામે આવેલ ડો. રિતેશ એન. જાનીની હોસ્પીટલમાં દરરોજ સવારથી દર્દીઓની લાઈનો લાગે છે. દર્દીઓનો રાફડો ફાટતા અને બાટલા ચડાવવાની જરૂરીયાત ઉભી થતા દર્દીઓને હોસ્પીટલની બહાર પાથરણા પાથરીને બાટલા ચડાવવામાં આવી રહ્ના છે. જેનો વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. ઉપરોકત તસ્વીરમાં તબીબનું દવાખાનુ અને પાથરણા પાથરીને દર્દીઓને બાટલા ચડાવવામાં આવી રહ્ના છે તે નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(1:37 pm IST)