Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

લાઠીમાં ૬પ હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૭ :  લાઠી મેઇન બજારમાં આવેલ ધર્મનંદન જવેલર્સની દુકાનમાં કોઇ ચાર બુકાની ધારી શખ્સો ફોર વ્હિલમાં આવીને દુકાનનું શટર ઉંચૂ કરી. કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશી સોનાની બુટીબે નંગ રૂ. ર૦,૦૦૦ જુની વીટીં બે નંગ રૂ. ૧૦,૦૦૦ સોનાની જુની કડી રૂ. પ૦૦૦, ચાંદીના જુના છડા પાંચ જોડી રૂ. ૩૦,૦૦૦ મળી કુલ રૂ. ૬પ,૦૦૦ ના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફોર વ્હિલમાં નાસી ગયાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર

રાજુલા હવેલી ચોકમાં જુગાર રમતા ચેતન ચીમન રાઠોડ, આદિત્ય નારાયણ ચંદ્રકાર, રિંકુ દિનેશ માંડળ, ગૌતમ હરૂણ બિસ્વાસને પો. કોન્સ. મેહુલભાઇ ભુવાએ રોકડ રૂ. ૧,૩૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે મફતપરા અંટાળીયા મહાદેવ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જયસુખ જયંતિ ચૌહાણ, વિશાલ પરસોતમ સોલંકીને પો. કોન્સ. રોહિતભાઇ પરમારે રોકડ રૂ. ૧૮૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

આપઘાત

અમરેલી : બાબરા પીયરમાં રહેતી ગંગાબેન રાહુલભાઇ મેવાડા (ઉ.વ.ર૧)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા હરસુખપુર ગામે રાહુલભાઇ રમેશભાઇ મેવાડા સાથે થયેલ હતા. પતિ રાહુલ તા. ૧૧-૩-ર૧ના પોતાના ગામે ઝેરી દવા પી જતા મોત નિપજયું હતું. જેના આઘાતથી ગંગાબેને પિયર બાબરામાં આડસર સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું કાંતાબેન દિનેશભાઇ ખુમાણે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

રોકડીયાપરામાં રહેતા ભરતભાઇ બાબુભાઇ ચારોલીયા (ઉ.વ.૩પ) ને બચુદુલ ચાથળિયા, હકુદુલ ચાથળિયા, નિતિન હકુ ચાથળિયા, રોહિત હકુચાથળિયા એ મકાન જગ્યા આપી દેવાનું જણાવતા. મકાનની જગ્યા આપવાની ના પાડતા ઉશ્કેરાઇ છરી અને ગલોલથી મારમારી ઇજા ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ધમકી

રાણપર ગામે રહેતી યુવતીની સગાઇ ઇસાપર ગામના રાજ ગભરૂ સોલંકી સાથે થયેલ હતી. જે સગાઇ તોડી નાખતા મનદુઃખ રાખી ગોપાલ બોઘા સોલંકી, રાજ ગભરૂ સોલંકી, તખુ બાબુ સોલંકી, બોઘા બાબુ સોલંકી, ગભરૂ બાબુ સોલંકી, નિલેષ તખુ સોલંકી, બહાદુર બોઘા સોલંકીએ અલગ-અલગ આવીને પરેશાન કરી ગાળો બોલી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પરિણિતાને ત્રાસ

અમરેલી : ધારીની ગોંડલ તાલુકા ડૈયા ગામે પરણાવેલ સ્વાતીબેન ઘનશ્યામભાઇ વાઘમશી (ઉવ.ર૪)ને સાસુ શાંતાબેન, સસરા સુખા વેલા, જેઠ પ્રફુલ, જેઠાણી જાગૃતીબેન, નણંદ કિર્તીબેન નવીનભાઇ પરડવા, પતિ ઘનશ્યામ સુખા વાઘમશીએ કરીયાવર અંગે ત્રાસ આપી મેણામારી મારમાર્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(3:17 pm IST)