Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના પોઝીટીવમાં છ મહિનામાં સૌથી ઉંચી સપાટીએ

૧દિ' સતર કેસઃ ખાનગીમાં તેનાથી ડબલ હોય !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૭ : દેવભૂમિ દ્વારા જીલ્લામાં દિવસો સુધી શુન્ય અને એક બે કોરોના પોઝીટીવની સ્થિતિ પછી રોજના ૧૦/૧૧ પોઝીટીવ કેસ પછી ગઇકાલે કોરોના પોઝીટીવે છલાંગ લગાવી ર૪ કલાકમાં ૧૭ કેસ નોંધાતા તથા આનાથી ડબલ જેટલા ખાનગીમાં રીપોર્ટ કરીને ઘેર જાતે સારવાર લેતા હોય તેવું ચર્ચાતું હોય ખંભાળિયામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા હતા તથા છેલ્લા છ માસમાં સૌથી ઉંચ આંકડો નોંધાયો છે.

જિલ્લામાં ગઇકાલે એકિટવ કેસ ની સંખ્યા ૮૮એ પહોંચી છે. અહીની સરકારી હોસ્પિટલ ખંભાળિયામાં ૩પ ઉપરાંત કેસો વેન્ટીલેટર તથા ઓકસીજન પર હોય સ્ટાફની અછત હોય હાઉસફુલની સ્થિતિ થાય છે તો જિલ્લામાં કયાંય ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટરની સવલતના હોય લોકોને ફરજિયાત સરકારી હોસ્પિટલમાંજ જવુ પડે તેવુંહોય દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ જતા જણાતા હતા. ગામડાઓ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતેબંધ થતા જાય છે. તેમાં રોજ ઉમેરો થતો જાય છે. થોડા સમયમાં સ્વૈચ્છીક રીતે અડધો જિલ્લો જોડાઇ જાય તેવી સંભાવના પણ મનાઇ રહી છે.

ખંભાળીયામાં હાઉસફુલ દર્દી જામનગર જવું પડે છે

ગઇકાલે દ્વારકાના એક પ્રજાપતિ પરિવાર સહિત પાંચને કોરોના પોઝીટીવ નીકળતા તેમને તમામને ખંભાળિયા સરકારી કોવીડ હોસ્પિટલમાં લાવવામાં આવેલાના સૌથી જામનગર જવાનું કહેતા તથા જામનગરમાં પણ હાઉસફુલની  સ્થિતી હોય દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

જો કે આ બાબતે ખંભાળિયા  હોસ્પિટલના સુપ્રી.ડો. હરીશ મતાવીને જાણ કરાતા તેમણે વૈકલ્પિક સ્થળે સારવાર ચાલુ કરી દેતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાઇવેટમાં ૬ થી ૮ હજાર સોજીત્રા કોરોના કેસમાં લેવા હોય સરકારીમાં ના બે તો દર્દી કયાં જાય ? આ બાબતે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, પરતિ દ્વારકા તેટારિયા તથા આરોગ્ય જિલ્લા અધિકારી ડો. સુતરિયાને રજુઆત કરવામાં આવી છે.જેતી આ મુશ્કેલી હલ થાય.

(3:17 pm IST)