Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મોરબીના આરોગ્ય અધિકારી અને ઇન્ચાર્જ ડીડીઓ કોરોના સંક્રમિત, કોરોનાના નવા ૩૧ કેસો

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે અને સામાન્ય નાગરિકોથી લઈને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે જેમાં આજે મોરબીના આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરા અને ઇન્ચાર્જ ડીડીઓ ડી. ડી. જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે
તો આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૯ કેસોમાં ૦૬ ગ્રામ્ય અને ૧૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, ટંકારા અને માળિયાના ૦૨-૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૩૧ કેસો નોંધાયા છે તો વધુ ૧૪ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૮૧૬ થયો છે જેમાં ૨૭૮ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૩૦૦ દર્દી સ્વસ્થ થયા છે

(8:56 pm IST)