Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શહેરની ઝુંપડપટ્ટીઓમા ભોજન પ્રસાદ વિતરણ આજથી શરૂ : એકલવાયુ જીવન જીવતા લોકો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા કોઈપણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના સર્વજ્ઞાતિય પ્રદાન કરવા મા આવે છે ત્યારે સંસ્થા દ્વારા કોરોના ની મહામારી મા જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા, વિવિધ હોસ્પીટલ મા ફ્રુટ, લીંબુ શરબત, હલ્દી દુધ, પાણી ની બોટલ નુ વિતરણ, એમ્બ્યુલન્સ, શબવાહીની, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિમીટર, સ્ટીમ મશીન, આયુર્વેદીક દવાઓ નુ વિતરણ સહીત ની સેવા પ્રદાન કરવા મા આવે છે ત્યારે મીની લોકડાઉન ના પગલે ઝુંપડપટ્ટી વિસ્તાર મા રહેતા લોકો તેમજ એકલવાયુ જીવન જીવતા લોકો ની હાલત કફોડી બની છે. તેથી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શહેર ની ઝુંપડપટ્ટી મા ભોજન પ્રસાદ વિતરણ પણ શરૂ કરવા મા આવ્યુ છે. તેમજ એકલવાયુ જીવન જીવતા લોકો માટે પણ પ્રસાદ વિતરણ શરૂ કરવા મા આવેલ છે.  ભોજન પ્રસાદ પાર્સલ મેળવવા ઈચ્છુક લોકો એ જલારામ મંદિર ખાતે રૂબરૂ સંપર્ક કરી નામ તથા એડ્રેસ નોંધાવવા નુ રહેશે.સંસ્થા ના આગેવાનો દ્વારા તેમના એડ્રેસ પર ભોજન પાર્સલ પહોંચાડવા મા આવશે તેમ સંસ્થા ના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા તેમજ શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિત ભાઇ કક્કડની યાદીમાં જણાવાયું છે.

(10:55 pm IST)