Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ભનુભાઈ ખવડ દ્વારા ધૂપ-ધૂપબત્તીનું નિર્માણ

ગોબર અને દિવ્ય ઔષધિઓ દ્વારા 'ૐ ઋતુગત' બ્રાન્ડનેમથી ઉત્પાદન : યોગ-અધ્યાત્મના અભ્યાસુ ભનુભાઈ કહે છે કે, ઋતુ પ્રમાણે ધૂપ સામગ્રી બદલવી જરૂરી હોય છેઃ અમે આ કાર્ય એ જ રીતે કરીએ છીએ તેથી 'ૐ ઋતુગત' નામ રાખ્યુ છેઃ આંગડિયા દ્વારા ગ્રાહકને મોકલવામાં આવે છે

રાજકોટ, તા. ૭ :. સાયલા તાલુકાના સેજકપર ગામના ભનુભાઈ ખવડ દ્વારા ખૂબ અભ્યાસ બાદ ૐ ઋતુગત નામથી ધૂપ તથા ધૂપબત્તીનું નિર્માણ થયુ છે. ભનુભાઈ અધ્યાત્મ-યોગના અભ્યાસુ છે, સાહિત્ય સર્જન પણ કરે છે.

ભનુભાઈ કહે છે કે, આપણી ૬ ઋતુ છે, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ. તે સમયે આકાશમાં ભિન્ન ભિન્ન ઋતુમાં ભિન્ન ભિન્ન પ્રકારના કિટાણુઓની ઉત્પતિ, વૃદ્ધિ અને સમાપ્તિનો ક્રમ ચાલતો હોય છે તે કુદરતી છે.

ઉદાહરણ સ્વરૂપે આપણા શરીરમાં દરેક ઋતુમાં અલગ અલગ બિમારી થતી હોય છે, પિંડે સો બ્રહ્માંડે જેવી આપણા શરીરની રચના છે, તેવી જ બ્રહ્માંડની રચના છે.

જેમ આપણા શરીરને અલગ અલગ ઋતુમાં અલગ અલગ આહાર લેતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે અડદીયા શિયાળામાં ખાઈ શકીએ પણ ભાદરવામાં નહિ, ભાદરવામાં દૂધની ખીર ખાઈએ છીએ. તેમ કઈ ઋતુમાં કઈ ઔષધિ હોમવામાં આવે તો વાયુમંડલ શુદ્ધ થાય તેમજ આપણે શાકભાજીમાં અનેક મસાલા નાખતા હોઈએ છીએ પણ બધા મસાલાનું પ્રમાણ અલગ અલગ હોય છે તેમ કઈ ઔષધિ કેટલા પ્રમાણમાં હોમવી જોઈએ તે ખૂબ જ મહત્વનું છે, માટે આપણા ઋષિઓએ તેનુ આપણને માર્ગદર્શન આપેલ છે તે પ્રમાણે હોેમ હવન કરીએ તો આપણું કાર્ય સાર્થક થાય તેવુ મારૂ માનવું છે.

આશરે ૭૩થી પણ વધુ ઔષધિઓ છે જે હોમ હવનમાં વાપરવી જોઈએ, તેમાંથી ગ્રીષ્મ ઋતુમાં ૩૩ પ્રકારની ઔષધિઓ ૯૮ ભાગમાં, વર્ષા ઋતુમાં ૨૨ પ્રકારની ઔષધિ ૮૬ ભાગમાં, શરદ ઋતુમાં ૩૦ પ્રકારની ઔષધિ ૧૦૨.૭ ભાગમાં, હેમંત ઋતુમાં ૩૦ પ્રકારની ઔષધિ ૯૮.૭ ભાગમાં, શિશિર ઋતુમાં ૨૯ પ્રકારની ઔષધિ ૯૫.૫ ભાગમાં, વસંત ઋતુમાં ૩૧ પ્રકારની ઔષધિ ૧૦૭.૫ ભાગમાં અને બારેમાસ માટે ૨૨ પ્રકારની ઔષધિ ૮૬.૫ ભાગમાં હોમ હવનમાં વાપરવી જોઈએ તેઓ આપણા ઋષિઓએ નિર્દેશ કરેલ છે.

ભનુભાઈએ ખૂબ અભ્યાસ કરીને ધૂપ-ધૂપસ્ટીકનું સર્જન કર્યુ છે. વર્તમાન ઋતુગત ધૂપમાં ૩૦ પ્રકારની સામગ્રી વાપરવામાં આવી છે.

ૐ ઋતુગત ધૂપબત્તીના ૨૫ નંગના પેકિંગના રૂ. ૧૫૦ ભાવ રખાયો છે. ધૂપ સામગ્રી ૧૫૦ ગ્રામ પેકિંગની કિંમત રૂ. ૩૫૦ રખાઈ છે. જેમાં ગોબરના સિદ્ધ કરેલા છાણા અને ધૂપ પ્રગટાવવા માટેની સ્ટીલની ડીસ સાથે આવે છે.

ગ્રાહકોને ઓર્ડર પ્રમાણે આંગડિયા દ્વારા ધૂપ-ધૂપસ્ટીક પહોંચાડવામાં આવે છે. વધારે વિગતો માટે ભનુભાઈનો સંપર્ક મો. ૯૪૨૭૬ ૬૮૦૬૯ નંબર પર સંપર્ક થઈ શકે છે.

ભનુભાઈ ખવડ

મો. ૯૪૨૭૬ ૬૮૦૬૯

(10:05 am IST)