Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સુત્રાપાડા આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજન પ્લાન્ટ માટે ધારાસભ્ય દ્વારા રપ લાખ

પ્રભાસપાટણ : સુત્રાપાડા ખાતે આવેલ આરોગ્યકેન્દ્રને કોવીડ સેન્ટરમાં ઓકિસજન પ્લાન્ટ માટે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા રપ લાખ જેવી મોટી રકમ ફાળવવામાં આવેલ છે. અત્યારે દેશ અને દુનિયા કોરોના મહામારીથી પરેશાન છે અને આ મહામારીથી બચવા માટે સ્થાનિક કક્ષાએ કોવીડ કેર સેન્ટર શરૂ કરવા મેડીકલ ઓકસીજન પ્લાન્ટ ખૂબ જ જરૂરી હોય છે તેથી ઓકસીજનની સમસ્યા હલ થાય તે માટે આરોગ્યકેન્દ્ર સુત્રાપાડા ખાતે ઓકસીજન પ્લાન્ટ શરૂ કરવા માટે ધારાસભ્ય ફંડમાંથી ભગવાનભાઇ બારડે રપ લાખ ફાળવવામાં આવેલ છે. અગાઉ ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા સુત્રાપાડા આરોગ્ય કેન્દ્રમાં ૧૨ લાખ તેમની ગ્રાંટમાંથી ફાળવવામાં આવેલ જેમાંથી આરોગ્યને લગતી સાધન સામગ્રી માટે ફાળવેલ હતા જેમાંથી ઓકસીજન કોન્સનટ્રેટર પ નંગ, ઓકસીજન સીલીન્ડર જમ્બો રપ નંગ, એનઆરબી માસ્ક ૧૦૦ નંગ, ઓકસીજન ફલોમીટર રપ નંગ, વ્હીલચેર ૬ નંગ, સ્ટ્રેચર ર નંગ, કેશકાર્ડ ટ્રોલી ૧ નંગ સહિતની મેડીકલ સામગ્રી માટે ૧૨ લાખ ફાળવેલ આમ ટુંકાગાળામાં ૩૭ લાખ ફાળવવામાં આવેલ છે જે ખૂબ જ સારી બાબત છે અને લોકોની સુવિધામાં વધારો થશે.

(10:09 am IST)