Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

જસદણ તાલુકાના જીવાપર ગામમાં કોવિડ સેન્ટર શરૂ થતા લોકોને રાહત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૭:જસદણ તાલુકાના જીવાપર ગામે હેલ્પીંગ હેન્ડ ગૃપ દ્વારા ગામના જ ડો. કેયુરભાઈ ઠુંમર તથા હિતેષભાઈ બોદર,ડો. નિલેશભાઈ રામાણી, વિશાલભાઈ બોદર, નર્શીંગબોય-ચિરાગભાઈ ભાયાણી,  મિતેશભાઈ ગોહેલની સારવાર હેઠળ તેમજ ગામના દાતાશ્રીઓ, આયોજકો ભાવેશભાઈ બોદર, દિવ્યેશભાઈ બોદર, આશિષભાઈ રામાણી તથા ઉપ સરપંચ-મનસુખભાઇ સાવલિયા, નાગજીભાઈ વદ્યાસીયા, અને ૨૫ જેટલા યુવાનોનીટીમ દ્વારા કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું.આ કેર સેન્ટર મા જરૂરી તમામ દવાઓ-પિયુષભાઈ રામાણી, ભદ્રેશભાઈ પાનસેરીયા, અમિતભાઇ વદ્યાસીયા તરફથી તથા બ્લડ રીપોર્ટ-હિરેનભાઈ બોદર, હિરેનભાઈ મુંગળા તરફથી છે. ઓકિસજનની સુવિધા , જયુસ, લિંબુપાણી, ચા, નાળીયેર પાણી,બાફેલા મગ, ફુ્ટ વગેરે દર્દીઓને વિનામુલ્યે આપવામાં આવે છે.

આ સેન્ટર શરૂ થતાં જ ગામમાં કોરોનાનો ભય ઓછો થયો તેમજ ૧૦દ્ગચ કોરન્ટાઈન કર્યા- ૧૫૦ને કોરન્ટાઇન દર્દીઓને ચેકઅપ કરી દવા આપવામાં આવી જેથી ગામમાં કોરોનાના એકિટવ કેસમાં દ્યટાડો આવ્યો છે. આ ગૃપ દ્વારા સ્ટીમ મશીન તથા મિથિલીન બ્લ્યુનું સાવ નજીવી કિંમતે આખા ગામમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

(11:42 am IST)