Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબીમાં ભાજપ આગેવાનો દ્વારા ધરણા

મોરબી :  બંગાળમાં થઇ રહેલી હિંસાના વિરોધમાં નવા બસ સ્ટેન્ડ નજીક ભાજપ કાર્યાલય ખાતે ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા. ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, પ્રદેશ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા તો આં પ્રસંગે ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું કે વિજયના ઉન્માદમાં અને સત્ત્।ાના મદમાં ટીએમસી કાર્યકરો બેફામ બન્યા છે અને ભાજપ કાર્યકરો પર અત્યાચાર કરી રહ્યા છે ત્યારે આવા કાર્યકરોની શાન ઠેકાણે લાવવા સરકાર બંધારણની મર્યાદામાં યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી હતી ધરણા યોજાયા તે તસ્વીર.

(11:43 am IST)