Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ખંભાળિયામાં બી.એ.ના છાત્ર સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી પાંચ લાખની માંગણી કરનાર ત્રણની શોધખોળ

અગાઉનો વિડીયો બતાવી પાંચ લાખ નહી આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા યુવકે ખંભાળિયા અને જામનગરનાંં બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૭ : ૧૯ વર્ષના છાત્ર યુવકે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં યુસુફ અલીમામદ ચાકી, તલા ઇબ્રાહીમ ખાખી તથા અલ્ફાજ હાજી ખફી રહે. જામનગર વાળાઓના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યું છે કે ખંભાળિયાની કોલેજોમાં બીએનો અભ્યાસ કરૂ છુ આજથી બે વર્ષ પહેલા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર અનિતા ડોડીયા નામની ફ્રેન્ડ રીકવેસટ આવી હતી ત્યારબાદ અમો બંન્ને ઇન્સટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. જે દરમિાયન તેણે મારી પાસેથી પૈસાની માંગણીક રતી હોય આથી આ બાબતે ખંભાળિાય ખાતે રહેતા મારા મિત્ર યુસુફ અલી મામદ ચાકીને વાત કરતા એ પછી અનિતાએ મારી પાસેથી પૈસાની માંગણી કરી ન હતી. આજ થી દશેક મહિના પહેલા મારા મિત્રયુસુફ ચાકીએ તેમની નવાપરા ખાતે આવેલી આઇસ્ક્રીમની દુકાને બોલાવેલ અને મને કહેલ કે તારુ કામ કરી આપેલ હતુ. જેથી તારે હવે મારી સાથે શરીર સબંધ બાંધવો પડશે તેમ કમહેતા મે આ બાબતે ના પાડતા યુસુફે મને કહેલ કે તું આમ નહી કરે તો છોકરીવાળી વાત હું બધાને કહી દઇશ અને તું બદનામ થઇ જઇશ તેવીધ મકી આપતા બદનામીની બીકે તેણે મારી સાથે મરજી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી અને ત્યારબાદ મને કહેલ કે આ બાબતે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદ આજથી ત્રણેક મહિના પહેલા યુસુફે મને ફોન કરી બીજી વખત તેની દુકાને બોલાવેલ અને ફરીથી મને ધમકાવી બીજી વખત સૃષ્ટિ વિરૂધ્ધનુ઼ કૃત્યુ કરી ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ગત તા.૪-પના સાંજે આઠેક વાગ્યે યુસુફે તેમની દુકાને બોલાવતાં હું દુકાને ગયો હતો. ત્યાં યુસુફ તથા તેની સાથે અન્ય બે શખ્સો હાજર હતાં જેની યુસુફે મને ઓળખાણ કરાવતાં તેનું નામ તલા ઇબ્રાહીમ ખાની અને બીજાનું નામ અલ્ફાજ હાજી ખફી રહે. જામનગરના હોવાનું જણાવેલ હતુ. ત્રણેય શખ્સોએ મને કહેલ કે તારી સાથે સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય કરેલ છે તેનો વિડીયો મારી પાસે છે. તારે અમને પાંચ લાખ આપવા પડશે અને જો પૈસા નહી આપે તો વિડીયો વાયરલ કરી  અને તને મારી નાખીશું તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી જતા રહયા હતા.

ત્યારબાદ આ બાબતે મારા પિતા અને બનેવીને વાત કરતા મને હિંમત આપતાં આથી ગઇકાલે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

બનાવ અંગે યુવકની ફરીયાદ પરથી પોલીસે યુસુફ અલીમામદ ચાકી રહે. ખંભાળિયા, તલા ઇબ્રાહીમ ખાખી તથા અલ્ફાજ હાજી ખફી રહે. જામનગર વાળા વિરૂધ્ધ આઇપીસી ૩૭૭, ૩૮૪, પ૦૬ (ર), ૧૧૪, પ૧૧ મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(12:47 pm IST)