Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અમરેલી જીલ્લામાં દર્દીઓ માટે વિનામુલ્યે ઓકિસજનની સુવિધા સાથે એક સાથે બે એમ્બ્યુલન્સ શરૂ કરાવતાં ડો.ભરત કાનાબાર

'શ્રધ્ધા એકસપ્રેસ' અને 'વિશ્વાસ એકસપ્રેસ' શહેરમાં પણ દર્દીઓને સેવા આપશે

અમરેલી તા. ૭ :.. રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી ડો. ભરતભાઇ કાનાબારે આજથી એક સાથે બે એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરી છે.

'શ્રધ્ધા એકસપ્રેસ' અને 'વિશ્વાસ એકસપ્રેસ' ના નામ સાથેની આ બે મીની એમ્બ્યુલન્સમાં ઓકિસજન સુવિધા પણ સામેલ રાખી છે. આ સેવા દિવસ-રાત ર૪ કલાક ઉપલબ્ધ રહેશે. આ એમ્બ્યુલન્સ અમરેલી જીલ્લાની અંદર જ સેવા આપશે. જીલ્લાના કોઇપણ સ્થળેથી દર્દીને અમરેલી લઇ આવવા તેમજ અમરેલીથી જીલ્લાના કોઇપણ સ્થળે દર્દીને પહોંચાડવા એમ્બ્યુલન્સ તદન વિનામૂલ્યે આપવામાં આવશે. જીલ્લા ઉપરાંત અમરેલી શહેરના દર્દીઓને તેમના ઘેરથી હોસ્પીટલ, લેબોરેટરી કે સી. ટી. સ્કાન કરવા જવા માટે એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર સેવા આપશે.

અમરેલી રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક ખાતે આ બન્ને એમ્બ્યુલન્સના લોકાર્પણનો નાનકડો કાર્યક્રમ રાખવામાં આવેલ. સાવરકુંડલા ખાતેના ભકિતરામબાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં આ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ નાગરીક બેન્કના ચેરમેન પી. પી. સોજીત્રા તથા લાયન્સ કલબ રોયલના વસંતભાઇ મોવાલીયાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે અમરેલી સિવિલ હોસ્પીટલમાં અવિરત સેવા આપવા માટે પીન્ટુભાઇ ધાનાણીનું તેમજ અમરેલીમાં મહામારીના બીજા વેવની શરૂઆતથી જ હોસ્પીટલમાં દાખલ થયેલ અને હોમ કવોરેન્ટાઇનમાં રહેતા દર્દીઓને ભોજન માટે રોજ ૧૦૦૦ થી વધુ ટીફીનો પુરા પાડનાર પી. પી. સોજીત્રાનું અને જીલ્લામાં અવિરત પણે ઓકિસજન સેવા કરી રહેલ વસંતભાઇ મોવાલીયાનું ભકિતરામબાપુના હસ્તે સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડો. પીયુષભાઇ ગોસાઇ, શીતલ આઇસ્ક્રીમના દીનેશભાઇ ભુવા, વેપારી અગ્રણી જીતુભાઇ ગોળવાળા, બીપીનભાઇ ગાંધી, રાજુભાઇ કામદાર, પ્રફુલ્લભાઇ બાંટવીયા, યોગેશભાઇ  કોટેચા, દીપકભાઇ વઘાસીયા, હીરેનભાઇ જોષી 'લાલજી દાદાના વડલા' માંથી અશોકભાઇ લાઠીથી રાજુભાઇ ભુવા ઉપસ્થિત રહ્યા હતાં.

આ બન્ને એમ્બ્યુલન્સ સેવામાં અમરેલી રેડક્રોસ સોસાયટીને લંડનથી દિવ્ય સેવા ફાઉન્ડેશનના ભારતીબેનનો લાઠી ખાતેના  'લાલજી દાદાના વડલા'ના માધ્યમથી સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા, અમરેલીના કમલેશભાઇ ગરાણીયા અને બાબરામાં 'ઓકિસજન સેવા' કરતાં તેજસભાઇનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ બન્ને એમ્બ્યુલન્સ દર્દીઓ માટે ર૪ કલાક ઉપલબ્ધ રહેશે. એમ્બ્યુલન્સ મેળવવા માટેના કોન્ટેકટ નંબરો નીચે મુજબના છે. ચેતનભાઇ રાવળ ૯૧૦૬૬ ૦૩પ૩૬, કમલેશભાઇ ગરાણીયા ૯૮૭૯પ ૯૪૩૦ર, વિપુલભાઇ ભટ્ટી ૯૯રપ૬ ૬૦૦૪૪, રીતેશભાઇ ઉપાધ્યાય ૯૮રપર ૩પર૧૪, તુલસીભાઇ સોની ૯૪ર૬ર ૩૩૯૯ર, જયેશભાઇ ટાંક ૯૩ર૭૦ પર૪૦૦

(12:48 pm IST)