Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

જુનાગઢ પોલીસ દ્વારા સંક્રમણ સામે જાગૃતિ લાવવા આઠ ચેકપોસ્ટઃ નવતર પ્રયોગ

જુનાગઢ, તા.૭: જૂનાગઢ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ સામે પ્રજામાં જાગૃતિ આવે એ માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ  પીઆઇ એસ.એન.ગોહિલ, સી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ર્ંજુનાગઢ શહેરના દીવાન ચોક, પાંચ હાટડી, સુખનાથ ચોક, ગાંધી ચોક, કાળવા ચોક, મધુરમ બાયપાસ, રાયજી બાગ, જેવા વિસ્તારમાં ખરીદી કરવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, એ માટે કુલ આઠ જેટલી ચેક પોસ્ટ ખોલી, પોલીસ તથા ટીઆરપી સહિતનો સ્ટાફ મુકવામાં આવેર્લં છે. જેઓ દ્વારા ચેક પોસ્ટ આજુ બાજુ ચેકીંગ હાથ ધરી, બિન જરૂરી ફરતા લોકો વિરુદ્ઘ તેમજ ખરીદી કરવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, એ માટે કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત, આ ચેક પોસ્ટ ઉપર માઇક સિસ્ટમ દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ વારંવાર હાથ ધોવા માટે જાહેરાતો કરી, જાગૃતિ લાવવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. આ ર્ંજૂનાગઢ શહેરના જાહેર માર્ગો ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ દ્વારા જૂનાગઢ વાસીઓમાં જાગૃર્તિં લાવવા ર્ંનવતર પ્રયોર્ગં હાથ ધરવામાં આવશે.

 

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ર્ંજૂનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર જુદા જુદા ચોકમાં ચેક પોસ્ટ ખોલી, લોકોને જાગૃત કરવા નવતર પ્રયોર્ગં હાથ ધરવામાં આવેલ છે અને ર્ંલોકોને સાવચેત રહેવા જાણ કરી, કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ માહિતગાર્રં કરવામાં આવે છે.

(1:01 pm IST)