Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ટેન્કરમાં ૧પ હજાર અને અન્ય ૧પ હજાર લીટર બાયો ડીઝલ જથ્થો સીલ

માળિયા મામલતદાર ટીમને જથ્થો સોપાયો, આગળની કાર્યવાહી હાથ ધરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭:  માળિયા હાઈવે પર બાયો ડીઝલ જથ્થાની હેરાફેરી થવાની હોય જે બાતમીને પગલે રાજકોટ સીઆઈડી ક્રાઈમ ટીમ ત્રાટકી હતી અને હાઈવે પર ટેન્કરમાંથી તેમજ અન્ય કેરબામાં મળીને કુલ ૩૦ હજાર લીટર બાયો ડીઝલ જથ્થો જપ્ત કરીને માળિયા મામલતદારને સોપવામાં આવ્યો છે જેના સેમ્પલ લઈને માળિયા મામલતદાર ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગતો મુજબ માળિયા હાઈવે પર ઓનેસ્ટ હોટલ સામે પેટ્રોલ પંપ પાસે રાજકોટ સીઆઈડી ટીમ બાતમીને આધારે ત્રાટકી હતી જેમાં ટેન્કરમાં રહેલ ૧૫ હજાર લીટર બાયો ડીઝલ જથ્થો સીઝ કર્યો હતો તેમજ ૫ જેટલા કેરબામાં ભરેલ ૧૫ હજાર લીટર બાયો ડીઝલ મળીને ૨૧.૯૦ લાખનો જથ્થો જપ્ત કરાયો હતો અને તમામ મુદામાલ માળિયા મામલતદાર ડી એચ પરમારને સોપવામાં આવ્યો હતો જે મામલે મામલતદારે જણાવ્યું હતું કે બાયો ડીઝલ જથ્થો તેની ટીમને સોપાયો છે જેના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ રીપોર્ટ કરી જીલ્લા પુરવઠા વિભાગને મોકલાશે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:04 pm IST)