Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલનું રાજીનામુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ :. પોરબંદરના ચીફ ઓફિસર હેમંત પટેલે ચીફ ઓફિસર પદેથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રા માહિતી મુજબ પોરબંદરમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ પટેલે આજે ચીફ ઓફિસર પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેઓનો સંપર્ક સાધતા રાજીનામાના કારણ અંગે કોઈ વાતચીત કરી ન હતી. દરમિયાન રાજકીય દબાણ કે પાલિકાના કામને લઈને દબાણ થતુ હોવાથી રાજીનામુ આપ્યાની ચર્ચાએ જાર પકડયુ છે.

પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલના રાજીનામાથી પાલિકામાં ભારે ચર્ચા જાગી છે.(૨-૨૧)

(1:28 pm IST)