Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબીના ચકમપર, જીવાપર, અણીયારી સહિતના ગામોમાં માસ્ક-સેનેટાઈઝર વિતરણ કર્યા :યુવા અગ્રણી અજયભાઈ લોરિયાનો અવિરત સેવાયજ્ઞ ચાલુ

મોરબી : કોરોના મહામારીના પ્રારંભથી જ મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા અનેકવિધ સેવાકાર્યો કરી રહ્યા  છે ગામડે ગામડે તેઓ માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરતા હોય જેમાં તાજેતરમાં ચકમપર, જીવાપર, અણીયારી અને રાપર ગામમાં માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કર્યા હતા

 યુવા અગ્રણી અને જીલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયા કોરોના મહામારીમાં સેવાકાર્યો કરી રહ્યા છે તેમની ટીમ ખડેપગે રહીને સેવાકાર્યમાં જોડાયેલી છે ત્યારે મોરબીના ચકમપર, જીવાપર, અણીયારી અને રાપર ગામની મુલાકાત લીધી હતી જ્યાં ગામોમાં ૮૦૦૦ માસ્ક અને ૨૫૦૦ સેનેટાઈઝર વિતરણ કર્યા હતા

(10:47 pm IST)
  • દવા લીધા પછી તબિયત બગડીઃ પરિવારના ૮ના મોત : છતીસગઢના બિલાસપુરમાં ભારે દર્દનાક ઘટના બની છેઃ એક જ પરિવારના ૮ના મોત થયા છેઃ ૫ ગંભીર છેઃ સીએમઓ કહે છેઃ હોમીયોપેથીક દવા ડ્રોસેરા ૩૦ લીધી હતીઃ જેમાં ૯૧ ટકા આલ્કોહોલ ભેળવેલ હોય છેઃ આ દવા આપનાર ડોકટર ભાગી ગયો છેઃ આ દવા પણ કારણભૂત હોય શકે છેઃ તેમ મનાઈ રહ્યું છે access_time 12:44 pm IST

  • ફક્ત માથાનો દુખાવો અને શરીરના દુખાવા ના ચિહ્નો પણ કોવિડનાં લક્ષણો છે તેમ એક પ્રેસ કોન્ફરન્સમાં નીતી આયોગના સભ્ય ડો. વી. કે. પોલ એ જણાવ્યું છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:46 pm IST

  • ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ૧૫.૬ કિલો હેરોઇન પકડવામાં આવ્યું છે, જેની કિંમત ૧૦૦ કરોડ રૂપિયા જેવી થવા જાય છે. ચેન્નાઈ એર કસ્ટમ્સના જણાવ્યા પ્રમાણે બે ટાન્ઝાનિયાન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ચેન્નાઇ એરપોર્ટ ઉપર થી સો કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું access_time 8:04 pm IST