Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેને રાસાયણિક ખાતરોમાં ભાવવધારો પરત ખેચવા પીએમને પત્ર લખ્યો

મોરબી : સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં ભાવવધારો ઝીકવામાં આવ્યો હોય જે ભાવવધારો પરત ખેંચવાની માંગ સાથે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેને દેશના વડાપ્રધાનને પત્ર લખ્યો છે

  મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ પીએમને પત્ર લખી જણાવ્યું છે કે હાલમાં રાસાયણિક ખાતરો જેવા કે DAP, NPK, ASP માં જંગી ભાવવધારો થયો છે ડીએપીમાં થેલીએ રૂ ૭૦૦ જેવો ભાવ વધારો થયેલ છે જે થેલી રૂ ૧૨૦૦ માં મળતી હતી તેના ભાવ હવે ૧૯૦૦ થયા છે જે ભાવવધારો અસહ્ય છે એક માસ બાદ વરસાદની સીઝન આવી રહી છે અને ખેડૂતોને ખાતરની જરૂરત પડશે ખાતરના ભાવવધારાથી ખેડૂતો પાયમાલ થશે રવિપાકની સીઝનના ચણા, ઘઉં જેવા પાકો પણ હાલ ચાલતી કોરોના મહામારીમાં યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાના માલનું વેચાણ કરી શક્યા નથી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ખાતરમાં ભાવ વધારો આવતા ખેડૂતોને બેવડો માર પડશે જેથી ખાતરમાં થયેલ ભાવવધારો પરત ખેચવા માંગ કરી છે

(10:48 pm IST)