Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગોંડલના માંડવી ચોકમાંથી પરેશ દુધરેજીયા નામનો યુવક લોહીલુહાણ હાલતમાં મળ્યો: રાજકોટ ખસેડાયો

યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા : ગંભીર હાલતમાં ગોંડલ સિવિલ બાદ રાજકોટ ખસેડાયો : ઘટના ક્યાં સ્થળે બની ? પોલીસ તપાસ શરૂ

ગોંડલના માંડવી ચોકમાંથી યુવક લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો યુવકને ગંભીર હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયો છે

મળતી વિગત મુજબ ગંભીર રીતે ઘાયલ યુવક પરેશ છગનભાઇ દુધરેજીયા ( ઉ,વ, 40 ) હોવાનું જાણવા મળે છે લોહીલુહાણ હાલતમાં માંડવી ચોક ખાતેથી મળેલ આ યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા મરાયો છે યુવકને ગંભીર હાલતમાં ગોંડલ સિવિલ બાદ રાજકોટ ખસેડાયો  છે આ  ઘટના ક્યાં સ્થળે બની ? તે અંગે પોલીસ તપાસ શરૂ  થઇ છે

 

   
 
   
(11:10 pm IST)