Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

માળિયા નેશનલ હાઈવે પરથી કારમાં વિદેશી દારૂના 264 બોટલના જથ્થા સાથે પૃથ્વીરાજ બગીયા ઝડપાયો.

માળિયા નેશનલ હાઈવે પરથી કારમાં વિદેશી દારૂ ભરીને નીકળેલ શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડીને માળિયા પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ માળિયા પીએઆઈ બી ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સામજીભાઇ ઉધરેજા અને જીગ્નેશભાઈ લાંબાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટોયોટા જીજે ૧૦ એસી ૦૭૦૧ વાળીમાં વિદેશી દારૂ ભરીને કચ્છથી માળિયા તરફ આવતો હોવાની બાતમીના આધારે તપાસ કરતા માળિયા નેશનલ હાઇવે પરથી હકીકત વાળી કાર આવતા તેને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪ કીમત રૂ.૧,૦૯,૫૦૦ તથા એક મોબાઈલ કીમત રૂ.૧૦,૦૦૦ અને કા કીમત રૂ,૩,૦૦,૦૦૦ સાથે આરોપી પૃથ્વીરાજ ગુણવતભાઈ બગીયા( રહે-રાજકોટ વાળા) ને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ બી ડી જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા અને સામજીભાઇ ઉધરેજા સહિતની ટીમે કરેલ છે.

   
 
   
(9:50 am IST)