Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મોરબીના જુના ધુટુ રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત

ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ પણ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીના જૂના ઘૂંટુ રોડ પર સવારના સુમારે ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.તો ધટનાની જાણ થતા જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને પકડીને સરભરા કરી હોવાની માહિતી મળી હતી તો પોલીસ પણ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીનાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ટ્રક આર જે ૧૪ જીએન ૬૨૩૮ ના ચાલકે બાઈક જીજે ૩૬ જે ૮૬૦૮ ને હડફેટે લેતા બાઈક ચાલક યુવાન માથે ટ્રકનું વ્હીલ ફરી વળતા  કમકમાટીભર્યું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.તો ધટનાની જાણ થતા જ ગ્રામજનો દોડી આવ્યા હતા તો ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ પણ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તો વધુમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન વૈભવ ઉર્ફે કેયુર દલસુખભાઈ દલસાણીયા (ઉં.વ. 31)  રહે હાલ મોરબીના સામાકાંઠે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના મારુતિનંદન એપાર્ટમેન્ટ અને મૂળ જાપોદળ, તા. વંથલી, જી. જૂનાગઢનો વતની હોવાની માહિતી તપાસ અધિકારી જે પી કણસાગરા સહિતની ટીમ પાસેથી માહિતી મળી હતી

   
 
   
(9:50 am IST)