Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કચ્‍છમાં રાજકોટની વિજિલન્‍સ ટીમે ૮૩ લાખની વીજચોરી ઝડપી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭: વીજચોરી અંગે કચ્‍છમાં રાજકોટ વિજિલન્‍સ ટીમે ચાર દિવસ દરમ્‍યાન ચેકીંગ કરી ૮૨.૯૭ લાખની વીજચોરી ઝડપી પાડી હતી. ભુજ, મુન્‍દ્રા, માંડવી, ખાવડા, ભુજોડી માં ઘર વપરાશના ૨૬૯૩ અને વાણિજિયક ૧૭૪ મળી ૨૮૯૭ કનેક્‍શન ચેક કરાયા હતા. જેમાં ઘર વપરાશના ૨૫૩ અને વાણિજિયક ૧૨ એમ કુલ ૨૬૫ વીજ ગ્રાહકો દ્વારા કરાયેલ ૮૨.૯૭ લાખની વીજચોરી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી. ચેકીંગમાં સ્‍થાનિક ભુજ વિભાગીય વીજ ટીમ સાથે રહી હતી

(10:17 am IST)