Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાષ્ટ્રીય સ્‍તરે પોલીસ ઘોડેસવારી સ્‍પર્ધામાં ગુજરાતે મેદાન માર્યુઃ કચ્‍છ પોલીસના જવાન રામવીર યાદવે જીત્‍યો ગોલ્‍ડ મેડલ

૧૮ રાજયોની પોલીસ ટીમમાં ગુજરાતનું નામ રોશન કરનાર જવાનનું એસપી. સૌરભસિંધ દ્વારા સન્‍માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭: ઇન્‍ડીયન તિબત બોર્ડર પોલીસ દ્વારા દર વર્ષે જુદા જુદા રાજયોમાં પોલીસ મીટ યોજવામાં આવે છે જેમાં અલગ અલગ પ્રકારની સ્‍પર્ધાઓ યોજાતી હોય છે હાલમાં યોજવામાં આવેલ તારીખ ૩૧ માર્ચથી ૧૧ એપ્રિલ સુધી હરિયાણાના ભાનુ ખાતે સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જે મીટમાં ઘોડેસવારીની સ્‍પર્ધામાં ગુજરાત પોલીસે મેદાન માર્યું હતું જેમાં કચ્‍છ પોલીસના માઉન્‍ટેન વિભાગમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. ઘોડેસવાર રામવીર જગમાલ યાદવે ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરી કચ્‍છ પોલીસ માઉન્‍ટેન વિભાગનું નામ રોશન કર્યું છે...

દેશના ૧૮ રાજયોની કુલ ૩૨ ટીમોએ અહી ભાગ લીધો હતો. જેના એક ટીમમાં ત્રણ સભ્‍યો હતા. ગુજરાત પોલીસની ટીમમાં રામવીર યાદવ તેમજ અન્‍ય બે પોલીસ કર્મચારીઓ સાથે રહ્યા હતા. અહી ભરૂચની ઘોડી પર સવાર થઈ રામવિર યાદવે બધાથી ઓછો સમય લઈ ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરી લીધો હતો તેમજ ગુજરાત પોલીસની ટીમે અહી બે ગોલ્‍ડ મેડલ અને એક સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે. જેમાં કચ્‍છના રામવીર યાદવે કચ્‍છ પોલીસનું નામ રોશન કર્યું છે. ભુજમાં પોલીસ તાલીમ ભવન ખાતે પશ્ચિમ કચ્‍છ એસ.પી. શ્રી સૌરભસિંઘની ઉપસ્‍થિતિમાં ખાસ સન્‍માન કાર્યક્રમ રખાયો હતો જેમાં રામવીર જગમાલ યાદવનું વિશેષ સનમાન કરવામાં આવ્‍યું હતું.

વધુમાં નવા ભરતી થયેલા પોલીસ કર્મચારીઓ સ્‍પોર્ટસ ક્ષેત્રે આગળ આવે અને ગુજરાત તેમજ કચ્‍છ પોલીસનું નામ રોશન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે જે.આઇ.સી./ ઇન્‍ચાર્જ હેડ ક્‍વાર્ટરᅠ ડી.વાય.એસ.પી. શ્રી એ.પી. ચૌહાણ , આર.પી.આઇ. શ્રી આર.જે. રાતડા, માઉન્‍ટેન પી.એસ.આઇ. એલ. બી.ᅠ મકવાણાᅠ તેમજᅠ પોલીસ સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ હતા.

(10:20 am IST)