Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ચોટીલાના નવા મહિલા પીએસઆઇ આઇ.બી.વળવીનું પાંચાળ પ્રેસ કલબ દ્વારા સ્‍વાગત

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૭ : નવા મહિલા પીઆઇ વળવીનું પાંચાળ પ્રેસ કલબ દ્વારા સ્‍વાગત કરીને શુભેચ્‍છા પાઠવી હતી.

લીંબડી સીપીઆઇ તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આઇ. બી. વળવી ની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ સ્‍ટેશન ચોટીલા ના પીઆઇ તરીકે ઓર્ડર થતા ગુરૂવારે ચોટીલા હાજર થયેલ છે જેઓનું ચોટીલા થાનગઢ મૂળી તાલુકામાં કાર્યરત પંચાળ પ્રેસ ક્‍લબ ના પત્રકારો જીજ્ઞેશભાઇ શાહ, અમિતભાઇ તુરખિયા, જગદિશસિંહ ઝાલા દ્વારા બૂકે અને ચામુંડા માતાજીની છબી સાથે સ્‍વાગત કરી વિસ્‍તારમાં ફરજ દરમ્‍યાન લોકચાહના પ્રાપ્ત થાય તેવી શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

ચોટીલા પોલીસ સ્‍ટેશનમાં બી. કે પટેલ પછી બીજા મહિલા પોલીસ અધિકારી ની નિમણૂંક છે. જેઓએ સહજ વાતચીતમાં જણાવેલ કે યાત્રાધામમાં ફરજ સોપી છે.માં ચામુંડાના ધામમાં અલગ ઉર્જા છે. સાથીᅠ પોલીસ અધિકારી અને સ્‍ટાફ ની સક્ષમ ટીમ થકી શહેર અને તાલુકા ના નાગરીકો ની મુશ્‍કેલી, જરૂરીયાત સમજી સકારાત્‍મક અભિગમ સાથે હલ કરવા પ્રયાસો કરીશ. લોકો સાથે સીધો સંપર્ક રહેશે. સામાજીક અને વેપારી અગ્રણીઓ, રાજકિય આગેવાનો, ધાર્મિક અને સામાજિક સંસ્‍થાઓ, પત્રકારો અને નાગરીકો સાથે બેઠક યોજીᅠ લોકો ની રજૂઆત ને સમજી પોતાની ફરજ બજાવશે.

ઉપરાંત એક અલગ ઝૂંબેશ સાઇબર ક્રાઇમ નો લોકો ને ભોગ બનતા અટકાવવા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મહિલા અને યુવતિઓ માટે વિશેષ જાગૃતિ માટે પોલીસ, પ્રેસ અને પબ્‍લીક ના સહયોગ થી ખાસ અવરનેસ કાર્યક્રમ કરવામાં આવશે, પોઝિટિવનેસ ભરી માનવિય અભિગમ ની કાર્ય પ્રણાલિ થી વિસ્‍તારમાં કાયદો વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ બનાવવા પ્રયાસો કરશે.

(10:52 am IST)