Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

દ્વારકામાં કાલે ગૌમાતાના લાભાર્થે છપ્‍પનભોગ મનોરથ

સ્‍વ.કનુભાઇ ગોરધનભાઇ ભાયાણીના સ્‍મરણાર્થે :દ્વારકા ઇતિહાસમાં ગાયોના લાભાર્થે પ્રથમ વખત આયોજન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૭ : દ્વારકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખતે કાલે ૮ને રવિવારે ગાયોના લાભાર્થે છપ્‍પન ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્‍યુ છે. દ્વારકા રઘુવંશી અગ્રણી સ્‍વ.કનુભાઇ ગોરધનભાઇ ભાયાણીની પ્રથમ પુણ્‍યતિથિએ દિવંગતના સ્‍મરણાર્થે ભાયાણી પરિવારના મુખ્‍ય યજમાનપદે દ્વારકા ગૌશાળા કમિટિ દ્વારા આગામી રવિવારે ગૌશાળા ખાતે સાંજે ૫ વાગ્‍યાથી ભથાણ ચોકમાં આવેલ ગૌશાળા ખાતે છપ્‍પનભોગ મનોરથ યોજવામા આવશે. સાંજે ૮ કલાકે ગૌમાતાની વિશેષ ઉપસ્‍થિત અગ્રણીઓ દ્વારા કરવામાં આવશે.

ઝાંઝરી ગ્રુપ દ્વારા કૃષ્‍ણ લીલા તથા દ્વારકાધીશજીની ઝાંખી

દ્વારકાના સાંસ્‍કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતા ઝાંઝરી ગ્રુપ દ્વારા ગૌશાળામાં છપ્‍પનભોગની સાથે કૃષ્‍ણલીલા તેમજ દ્વારકાધીશની ઝાંખીનુ પણ વિશેષ  આયોજન રવિવારે રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્‍યા સુધી કરવામાં આવ્‍યુ છે. (તસ્‍વીરઃદિપેશ સામાણી-દ્વારકા)

(1:44 pm IST)