Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સોમનાથ મંદિર ખાતે ૭૨માં સ્‍થાપના દિનની વિશેષ ઉજવણી : સોમનાથ મહાદેવની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા, વિશેષ શ્રૃંગાર

સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા દિન વૈશાખ સુદ પાંચમ વર્ષ ૧૯૫૧ માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદના હસ્‍તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી.
દેશ વિદેશમાં વસતા શિવભક્‍તોની આસ્‍થાનું કેન્‍દ્ર અને સૌરાષ્ટ્રના રત્‍નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જયોતિર્લિંગᅠ સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમ ના રોજ તિથિ પ્રમાણે આજરોજ ૭૨ મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. ૧૧ મે ૧૯૫૧ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્‍દ્રપ્રસાદના હસ્‍તે હાલના જયોર્તિલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી.
કાલે શ્રી સોમનાથ મંદિરના ૭૨માં સ્‍થાપના દિવસ નિમિત્તે સરદાર વંદના અને સરદારશ્રીને પૂષ્‍પાંજલી અર્પણ કરવામાં આવેલ,ᅠ૭૧ વર્ષ પૂર્વે સવારે ૯.૪૬ એ મહાપૂજા કરવામાં આવેલ,ᅠએ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર મુખ્‍ય પૂજારી વિજયભાઈ ભટ્ટ તથા પૂજારી વૃંદ દ્વારા કરવામાં આવેલ હતો,ᅠઆ પ્રસંગે ઇન્‍ચાર્જ જનરલ મેનેજર શ્રી તથા ટ્રસ્‍ટ ના કર્મચારીઓ અને સ્‍થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતાં,ᅠસાંજે સોમનાથ મહાદેવ ને વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવશે.
હાલ મંદિર ને ૭૧ વર્ષ પુર્ણ થયા છે,ᅠમંદિર ના નૃત્‍યમંડપ અને સભામંડપᅠ આવેલ સુવર્ણકળશ યજમાનોના અનુદાનથી સુવર્ણ મંડિત થયા છે.
સોમનાથ મંદિર એ સંદેશ આપે છે કેᅠ‘વિનાશક શક્‍તિ પર હંમેશા સર્જનાત્‍મક શક્‍તિનો વિજય થાય છે,જે આ રીતે ભવ્‍ય હોય છે.' (તસ્‍વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ, દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ

 

(11:21 am IST)