Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગોંડલમાં પરેશભાઇ દૂધરેજીયા ઉપર છરીથી હુમલો કરનાર રમણીક પરમારની શોધખોળ

રૂપિયાની લેતી દેતીમાં ઉશ્‍કેરાઇ જઇ રમણીકે સરાજાહેર છરી ઝીંકી દિધીઃપરેશભાઇ રાજકોટ સારવારમાં

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૭ :.. ગોંડલનાં માંડવી ચોકમાં સરાજાહેર યુવાન ઉપર છરીથી હૂમલો થતા ચકચાર જાગી છે. પોલીસે હુમલો કરનારની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ગોંડલના માંડવી ચોકમાં પરેશભાઇ છગનભાઇ દૂધરેજીયા (ઉ.૪૦) નામનો યુવક પસાર થઇ રહ્યો હતો ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે ગળાના ભાગે છરીનો ઘા મારી દેતા લોહીલુહાણ થઇ જવા પામ્‍યો હતો યુવાનને ગંભીર હાલતમાં લોકોએ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી સારવાર માટે હોસ્‍પિટલે ખસેડયો હતો જયાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્‍યો હતો. ઘટનાની જાણ સીટી પોલીસને થતા પીઆઇ સંગાડા સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ પરેશભાઇ ઉપર રમણીક પરમાર નામના શખ્‍સે છરીથી હૂમલો કર્યો હતો. ઇજાગ્રસ્‍ત પરેશભાઇ અને હુમલાખોર રમણીક માંડવી ચોકમાં ફુટપાથ ઉપર મજૂરી કામ કરે છે. અને રૂપિયાની લેતી દેતી બાબતે રમણીકે છરીથી હૂમલો કર્યો હતો. ગોંડલ પોલીસે ઇજાગ્રસ્‍ત પરેશભાઇની ફરીયાદ ઉપરથી રમણીક સામે ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ પી. આઇ. સાંગાડા ચલાવી રહ્યા છે.

(11:57 am IST)