Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામકંડોરણામાં સોડવદર ગામે દંપતિ સહિત ત્રણે પોલીસની ફરજમાં રૂકાવટ કરી...

ઇરફાન વગર લાયસન્‍સે ફટાકડાનો ધંધો કરતો હોય પોલીસે કાર્યવાહી કરતા ઇરફાનના ભાઇની પત્‍નીએ:ઝેરી દવાની શીશી લાવી અને તેના ભાઇએ કેસ કરશો તો દવા પી જઇશ તેમ કહી ફરજમાં રૂકાવટ કરી

રાજકોટ, તા., ૭: જામકંડોરણાના સોડવદર ગામે પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર દંપતી સહીત ત્રણ સામે પોલીસે ગુન્‍હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ સોડવદર ગામે કાળવા ચોકમાં ઇરફાન વલીભાઇ ખેંભર નામનો શખ્‍સ વગર લાયસન્‍સે ફટકડાનું વેચાણ કરતો હોય જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહીલ સહીતના સ્‍ટાફે કાયદેસરની કાર્યવાહી કરતા હતા તે દરમિયાન ઇરફાનના ભાઇ તથા તેની પત્‍નીએ આવી ઉશ્‍કેરણી કરેલ અને ઇરફાનના ભાઇની પત્‍ની હલીમાબેને ઝેરી દવાની શીશી લાવી તેના પતિ રફીકને આપી હતી અને રફીકે તેના ભાઇ ઇરફાન વિરૂધ્‍ધ કેસ કરતો તો ઝેરી દવા પી જઇશ તેમ કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે જામકંડોરણાના પીએસઆઇ જે.યુ.ગોહીલે ખુદ ફરીયાદી બની આરોપી ઇરફાન વલીભાઇ ખેંભર, રફીક વલીભાઇ ખેંભર તથા હલીમાબેન રફીકભાઇ ખેંભર રહે. ત્રણેય સોડવદર સામે જામકંડોરણા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ એમ.આર.કોરડીયા ચલાવી રહયા છે.

(12:00 pm IST)