Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

સરકારના સંભવિત ડીમોલેશન સામે પશુ પાલકોની રાવઃ વર્ષોથી ઢોરને સાચવતા વાડા રેગ્‍યુલાઇઝ કરી આપો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) કગોંડલ તા.૭ : રાજ્‍ય સરકાર દ્વારા ખરાબાની જમીન પર ના દબાણ અંગે સર્વે હાથ ધરી દબાણો દુર કરવા તજવીજ કરાઇ રહી છે ત્‍યારે પશુ પાલકો તથા દેવીપુજક સમાજ દ્વારા વરસો થી મકાનો કે વાડા કરી પશુ પાલન સાથે જીવનનિર્વાહ કરી રહેલા પરીવારો ને જમીન કે વાડાઓ રેગ્‍યુલાઇઝ કરી આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયુ હતુ.

 માલધારી સમાજના અગ્રણી પ્રફુલભાઈ ટોળીયા, ગૌતમભાઇ સિંધવ, સામંતભાઈ બાંભવા, ગોપાલભાઈ ટોળીયા, ઉપરાંત રાજેન્‍દ્રસિંહ જાડેજા સહિતની આગેવાની હેઠળ પશુપાલક માલધારી સમાજ તથા દેવીપુજક સમાજ દ્વારા વિશાળ સંખ્‍યા મા હાજર રહી મામલતદાર ને આવેદનપત્ર અપાયુ હતુ.

જેમા જણાવાયું હતુ કે માલધારીઓ દ્વારા શહેર કે ગામ ના છેવાડે વાડા બાંધી માલ ઢોર નુ જતન કરી રહ્યા હતા.પરંતુ સમયાંતરે આ જમીનો કીમતી થતા પશુપાલકને ત્‍યાંથી હટાવાયા હતા. ગોંડલ વિસ્‍તારમાં કોટડા ખરેડા રોડ કે ડેમ વિસ્‍તાર મા હાલ વાડા બાંધી પશુધન ની દેખભાળ કરાઇ રહી છે.હવે તંત્ર દ્વારા ત્‍યાંથી પણ દુર હટાવવા પ્રયત્‍નો શરુ થયા છે જે અન્‍યાય કર્તા છે. પશુપાલકો ની આર્થિક પરિસ્‍થિતિ નાજુક હોય  જે તે જગ્‍યા ને રેગ્‍યુલાઇઝ કરી આપવી જોઈએ અન્‍યથા પશુઓ સાથે અનેક પરીવારો ના જીવન નિર્વાહ નો સવાલ ઉભો થશે.એજ રીતે દેવીપુજક સમાજ ના અનેક લોકો આજે ઘર વિહોણા હોય વરસો થી ઝુંપડા કે કાચા મકાનો મા રહેતા હોય તેમને હટાવવા અન્‍યાય કર્તા ગણાશે.એક બાજુ સરકાર ઉધોગપતિઓ ને જમીનો ની લ્‍હાણી કરી રહી છે.બીજી બાજુ વરસો થી વંચીત રહેલા લોકો ની રોજીરોટી તથા આશરો છીનવવા પ્રયાસ થઈ રહ્યા છે.આ બેધારી નીતી સામે અનેક લોકો ને મરવા મજબુર થવુ પડે તેવી કપરી સ્‍થિતિ હોય આ પ્રશ્‍ને ગંભીરતા આપી યોગ્‍ય કરવા જણાવ્‍યુ હતુ.

(12:04 pm IST)