Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ટંકારા તાલુકા દ્વારા કડવા પાટીદાર સમાજ દ્વારા ત્રિવીધ કાર્યક્રમ

ટંકારા : ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા અખાત્રીજે ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ હતો. મોરબી જિલ્લામાં સૌપ્રથમ ટંકારામાં તાલુકા કક્ષાની સમાજ વાડી બનાવી તેનું લોકાર્પણ,  દાતાશ્રીઓનું સન્‍માન અને સમૂહ લગ્ન યોજાયેલ પાટીદાર સમાજ દ્વારા બાબુભાઈ ઘોડાસરા  ના અધ્‍યક્ષ સ્‍થાને તથા નકલંક મંદિર બગથરા ના મહંત દામજી ભગતના વરદ હસ્‍તે ૫૧,૦૦૦ થી વધુ રકમના દાતાઓનો સન્‍માન કાર્યક્રમ યોજાયેલ. દાતાઓનું સન્‍માન રાજકીય તથા સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા દાતાઓને ખેસ પહેરાવી  પુસ્‍તક અર્પણ કરી  કરાયેલ.  સમાજ ભવનનું નિર્માણ કાર્ય  પ્રમુખ   હીરાભાઈ ગણેશભાઈ ફેફર દ્વારા આગવી સૂઝબૂઝથી કરેલ છે, તેમને અભિનંદન અપાયેલ. સ્‍વાગત -વચન ડાયાલાલ  બારૈયા દ્વારા, આભારવિધિ વાત્‍સલ્‍ય મનીપરા દ્વારા અને સંચાલન રમેશભાઈ કૈલા દ્વારા કરાયેલ સમૂહ લગ્ન માં ૧૧ નવદંપતીઓએ -ભુતામાં પગલા પાડેલ.સામાજિક રાજકીય અગ્રણીઓએ ઉપસ્‍થિત રહી -ોત્‍સાહન પુરૂ પાડી નવદંપતીને આશીર્વાદ આપેલ સન્‍માનની તસ્‍વીર.

(12:10 pm IST)