Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદર : જેસીઆઇ ત્રણ દિવસીય બીઝનેશ વિકાસ અંગેના કાર્યક્રમો

 જે.સી.આઈ ઈન્‍ડિયા જે ‘‘જુનીયર ચેમ્‍બર ઇન્‍ટરનેશનલ'' નામક વિશ્વવ્‍યાપી સંગઠન છેલ્લા ૭૦ થી વધુ વર્ષથી ભારત માં કાર્યરત છે. અને જે.સી.આઈ. ઝોન ૭ - ગુજરાત, ઉત્તર ગુજરાત ના શહેરો જેમકે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, વિસનગર, કડી, કલોલ, વડસ્‍મા, દેહગામ, ઊજા અને સૌરાષ્‍ટ્ર ના શહેરો જેમકે રાજકોટ, ગોંડલ, જેતપુર, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ભાણવડ, કેશોદ, પોરબંદર, જામનગર, ગાંધીધામ, ભાવનગર, પાલિતાણા, સિહોર, ઉમરાલા આમ દરેક શહેરો માં સ્‍થાનક એકમ તરીકે કાર્યરત છે

જે.સી.આઈ ઈન્‍ડિયા યુવાનોના વ્‍યક્‍તિ અને વક્‍તિત્‍વ વિકાસ, નેતળત્‍વ કૌશલ્‍યમાં વળદ્ધિ, પબ્‍લિક સ્‍પીકિંગ, ઉધોગ સાહસિકતા કેળવણી જેવી જીવન ઉપયોગી તાલીમ પૂરી પાડવામાં અગ્રેસર છે. આ ઉપરાંત સંસ્‍થા દ્વારા પર્સનલ, પ્રોફેશનલ અને બીઝનેસ ડેવલોપમેન્‍ટ માટે પણ ઘણા બધા તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્‍યા માં સભ્‍યો ભાગ લે છે અને આગળ વધે છે.

 જે.સી.આઈ ઈન્‍ડિયાના માર્ગદર્શક હેઠળ સમગ્ર ભારત અને ગુજરાત ના ઝોન ૭,૮ દ્વારા બીઝનેસ ડેવલોપમેંટ ના હેતુ ધ્‍યાનમાં રાખીને આગમી તારીખ ૭,૮ અને ૯ આમ ૩ દિવસ અલગ અલગ શહેરો માં બીઝનેસ લગતા કાર્યક્રમો જેમાં બધા સાથે મળીને એક બીજાના સહયોગથી બીઝનેસ માં આગળ કેવી રીતે વધી શકાય, દરોજે દરોજ બીઝનેસમાં ઉપયોગી થાઈ તેવા અલગ અલગ વિષયો ઉપર તાલીમ વર્ગ, આજના ડિજિટલ યુગમાં અલગ અલગ ડિજિટલ પ્‍લોટફોર્મસ ના મધ્‍યમ થી આપણાં બીઝનેસ આગળ કેવીરીતે વધારવો તેને લગતા સેમિનાર અને તાલીમ વર્ગ નું આયોજન કરેલ છે જેમાં બહોળી સંખ્‍યા માં સભ્‍યો અને અલગ અલગ શહેરોના બીઝનેસમેન ભાગ લેવાના છે.

પોતાના કર્યા ક્ષેત્રે, વ્‍યક્‍તેગત અથવા બીઝનેસમાં વિકાસ કરવા ઈચ્‍છુક કોઈપણ વયના યુવક-યુવતી ઇમેલ  jcizone7@gmail.comસંપર્ક કરવા જણાવ્‍યુ આ ઉપરાંત જે.સી.આઈ ઇન્‍ડિયા ઝોન ૭ વધુ માહિતી અને આવનારા કાર્યક્રમ ની માહિતી મેળવવા ફેસબુક પેજ www.facebook.com/JCIINDIAZONEVll જોવા યાદીમાં  જણાવેલ છે.

(12:18 pm IST)