Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદરના માધવપુરનો શખ્‍સ પાસા તળે જેલમાં

 

જુનાગઢ તા. ૭ :.. પોરબંદર જિલ્લાના માધવપુર ગામના સુજાતખાં ઇભરામખાં ઉર્ફે ઇબ્રાહીમખાં બેલીમ ઉ.વ.૪પ રહે. માધવપુર પંચાયત ઓફીસ પાસે તા. જી. પોરબંદર વાળા વિરૂધ્‍ધ તા. ર૯-૪-ર૦રર ના રોજ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્‍ટ ઇસ્‍યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ. આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચના પો. કો. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા તથા ભરતભાઇ સોનારાને આરોપી ગામમાં પંચાયત ઓફીસની બાજુમાં આવેલ તેના રહેણાંક મકાને હોવાની હકિકત મળતા તુરત જ ઉપરોકત ટીમ રવાના કરી માધવપુર ખાતે જઇ તપાસ કરતા હાજર મળી આવતા જુનાગઢ ખાતે લાવી અટક કરી સેન્‍ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા ક્રાઇમ બ્રાન્‍ચના એ. એસ. આઇ. નિકુલ એમ. પટેલ તથા પોલીસ હેડ કો. જીતેષ એચ. મારૂ તથા પો. કો. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા તથા ભરતભાઇ સોનારા તથા વુ. પો. કો. રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:15 pm IST)