Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મોરબીમાં વ્‍યાજે આપેલ રૂપિયાની ઉઘરાણી પ્રશ્ને વિશાલભાઇ ઉપર પિતા-પુત્રનો હુમલો

જુની અદાવતનો ખાર રાખી મગનભાઇ સાવરીયાને ૩ શખ્‍સોએ મારમારી ધમકી આપી

(પ્રવિણ વ્‍યાસ) મોરબી, તા. ૭ : મોરબીમાં વ્‍યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવાન ઉપર  પિતા-પુત્રએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાનો બનાવ સામે આવ્‍યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિશાલભાઇ નરેન્‍દ્રભાઇ ગાંધીએ આરોપી નિરવભાઇ અશોકભાઇ નંદા અને તેના પિતા અશોકભાઇ ગંદા પાસેથી વ્‍યાજે પૈસા લીધા હતા. જેનું ઉચું વ્‍યાજ ચુકતે કરી આપેલ હોવા છતા આરોપીઓએ વિશાલભાઇ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી પઠાણી ઉઘરાણી કરી સતામણી કરીઆરોપી નિરવે તેનું એ.ટી.એમ.કઢાવી લઇ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારીને  વિશાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હાલ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઇ.પી.કો. કલમ-૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુંજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવની ફરિયાદી મગનભાઇ કલ્‍યાણજીભાઇ સાવરીયાના પર આરોપી વિનોદભાઇ શિવાભાઇ સાવરીયા, સુરેશભાઇ શીવાભાઇ સાવરીયા અને જયદિપ કાળુભાઇ સાવરીયાએ હુમલો કર્યો હતો. હુમલા કરવાના પાછળનું કારણ એ હતું કે ફરિયાદી મગનભાઇના મામા બાબુભાઇની દિકરીના લગ્ન નાની ઉંમરના કારણે રોકાય ગયેલ અને તે લગ્ન ફરિયાદીના પિતા કલ્‍યાણજીભાઇએ રોકાવેલ હોય તેવો વેમ રાખી આરોપીઓ ફરિયાદી મગનભાઇને ગાળો ભાંડી શરીરે ઢીકા પાટુનો માર મારી ધક્કા-મુક્કી કરી નીચે પાડી દઇ ઢીંચણના ભાગે છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હાલ મોરબી તાલુકા પોલીસે ઇપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:45 pm IST)