Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જુનાગઢના બલીયાવડ ગામનો કાઠી શખ્‍સ પાસા તળે જેલમાં

જુનાગઢ તા. ૭ :.. જિલ્લાના બલીયાવડ ગામે રહેતા અશોકભાઇ ભગુભાઇ વાંક કાઠી દરબાર (ઉ.૩૬) રહે. બલીયાવડ વાળાઓ વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્‍ટ ઇસ્‍યુ થયા બાદ સામાવાળાને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજા જુનાગઢ વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇ. પી. વી. ધોકડીયા જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન તથા જુનાગઢ તાલુકા પો. સ્‍ટાફ વોચ તપાસમાં હતા દરમ્‍યાન અના. પો. કો. દિપકકુમાર બાબુભાઇ ચૌહાણ તથા અના. પો. કો. ગોવિંદભાઇ ભોવાનભાઇ પરમાર નાઓને (ધંધો મંજૂરી)  ઘરે હાજર છે જે મળેલ હકિકત આધારે તાલુકા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફે સદરહુ પાસા વોરંટના આરોપીને બલીયાવડ ગામેથી પકડી પાડી સેન્‍ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ. આઇ. ભાટ્ટી, પો. સબ. ઇ. પી. વી. ધોકડીયા, જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન તથા ક્રાઇમ બ્રાન્‍ચના એએસઆઇ નિકુલ એમ. પટેલ, પો. હેડ કો. જીતેષ એચ. મારૂ તથા જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ બી. બે. રવૈયા, એમ. બી. મકવાણા, પો. હેડ કો. જેતાભાઇ જીવાભાઇ દિવરાણીયા, પો. કો. દિપકકુમાર બાબુભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ ભોવાનભાઇ પરમાર, પરેશભાઇ કેશુરભાઇ વરૂ, અજયભાઇ વાલજીભાઇ પારધી, હિતેશભાઇ રામભાઇ જીલડીયા, કરણભાઇ જગુભાઇ વાળા, તથા ડ્રા. પો. કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ધરમણભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.

(1:16 pm IST)