Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વેરાવળ સોમનાથ જીલ્લામાં નલ સે જલ ૧૩પ કરોડના કામનો દાવોઃ અડધુ ગામ પાણી વગર

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૭: સોમનાથ વિસ્‍તારમાં ભુર્ગભ ગટર દ્રારા પાઈપ લાઈન નાખી ઘરે ઘરે પીવાનું પાણી પહોચાડવાની ૧૩પ કરોડની યોજના પુર્ણ થયેલી જાહેર કરાયેલ છે ત્‍યારે અડધુ ગામ પાણી વગર વલખા મારી  રહયું છે તેવો છડેચોક આક્ષેપ નગરસેવક દ્રારા કરાયેલ છે.

વેરાવળ સોમનાથ વિસ્‍તારના નગરપાલિકાના સભ્‍ય અફઝલ પંજાએ ચીફ ઓફીસરને લેખીતમાં જણાવેલ હતું કે ભર ઉનાળે  અનેક વિસ્‍તારોમાં પીવાનું પાણી મળતું નથી મહીલાઓ દ્રારા દોડધામ કરવામાં આવે છે ત્‍યારે માંડ બે બેડા અમુક વિસ્‍તારોમાં પાણીના ટાકા ચાલી રહેલ છે ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ કોપોરેશન દ્રારા આ વિસ્‍તારમાં પીવાનું પાણી ઘરે ઘરે મળે તે માટે ૧૩પ કરોડ મંજુર કરેલ હતા અને તેમાં નગરપાલિકાને સાથે રહી પાઈપ લાઈન ઘરે ઘરે પહોંચાડવાની હતી પણ પ૦ ટકા વિસ્‍તારોમાં પાઈપ લાઈનો પહોચેલ નથી પાણી મળતું નથી અનેક વખત લેખીતમાં રજુઆત  કરવા છતા કોઈ જવાબ દેતું નથી જાહેર કરવામાં આવેલ છે કે નલ સે જલ યોજના ૧૦૦ ટકા પુર્ણ થઈ ગયેલ છે અટલે કે ૧૩પ કરોડ રૂપીયાનું કામ પુરૂ થયેલ છે.

અફઝલ પંજા એ જણાવેલ હતું કે નગરપાલિકા દ્રારા પાણી નો મળતા દર મહીને પાણી ના ટાકાઓ ચલાવવામાં આવે છે તેમાં ૮ થી ૧૦ લાખ રૂપીયાનો ખર્ચો થાય છે મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર ૧૩પ કરોડ રૂપીયાની યોજના પુર્ણ જાહેર કરેલ છે ત્‍યારે અડધી વસ્‍તી પાણી વગર ની છે તેની સામે કેમ તપાસ કરવાતી નથી ભર ઉનાળે ગરીબ, મઘ્‍યમવર્ગ, ઝુંપડપટીમાં રહેતા પ૦ થી ૭પ હજારની વસ્‍તી જે શ્રમજીવી છે તેને પીવાનું પાણી મેળવવું મુશ્‍કેલ થઈ પડેલછે આ યોજના ના ભષ્‍ટ્રાચારમાં જે પણ સામેલ હોય તેની સામે  કડક કાર્યવાહી કરવી જોઈએ અને ઘરે ઘરે પાણી મળે તે માટે તાત્‍કાલીક કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

(1:45 pm IST)