Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જુનાગઢમાં ર૭ મોબાઇલ મુળ માલીકોને પરત અપાવતી એસઓજી પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૭ :.. જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમશેટ્ટી ની સુચના મુજબ લોકોના મોબાઇલ ફોન પડી ગયેલા કે ગુમ થવાના બનાવો બનેલ જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીને ધ્‍યાને આવતા તેઓએ તુરત જ ખોવાયેલ મોબાઇલ શોધી મુળ માલીકને પરત મળે તે માટે ખાસ ટીમની રચના કરવા સુચના કરેલ છે.
જે અન્‍વયે છેલ્લા ત્રણ માસ દરમ્‍યાન અલગ અલગ કંપનીઓના કુલ ર૭ મો. ફોન જેની અંદાજીત કિ. રૂા. ૪,પ૬,ર૮૮ ના રીકવર કરવામાં આવેલ જે તમામ મો. ફોન તેઓના મુળ માલીકોને જે તે સ્‍થિતિમાં પરત કરવામાં આવેલ છે.
આ કામગીરી એસ. ઓ. જી.ના પો. ઇન્‍સ. એ. એમ. ગોહીલ પો. સબ. ઇ. જે. એમ. વાળા, એમ. જે. કોડીયાતર એ. એસ. આઇ. એમ. વી. કુવાડીયા, પી. એમ. ભારાઇ, સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની તથા પો. હેડ કો. ભરતસિહ માણસુરભાઇ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, મજીદખાન  પઠાણ, અનિરૂધ્‍ધસિંહ વાંક, બાબુભાઇ કોડીયાતર, જયેશભાઇ બકોત્રા, મહેન્‍દ્રભાઇ ડેર તથા પો. કો. ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્‍દ્રસિંહ સીસોદીયા, રવીરાજભાઇ વાળા, માનસિંહ રાઠોડ, મયુરભાઇ ઓડેદરા, રોહિતસિંહ બારડ, કૃણાલસિંહ પરમાર તથા વુ. પો. કો. બ્રિન્‍દાબેન ગિરનારા વિગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

 

(1:51 pm IST)