Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામનગર જિલ્લામાં કેદીઓ વચ્‍ચે જામી પડી : સિપાઈની ફરજમાં રૂકાવટની ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જામનગર જિલ્લા જેલના સિપાઈ ધર્મદિપસિંહ જીતેન્‍દ્રસિંહ જાડેજા, ઉ.વ.ર૩, રે. બ્‍લોક નં.૧ રૂમ નં.૩ જેલ સ્‍ટાફ કવાટર જેલ કંમ્‍પાઉન્‍ડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-પ-રરના જિલ્લા જેલ કમ્‍પાઉન્‍ડમાં ફરીયાદી ધર્મદિપસિંહ જેલમાં યાર્ડ નં.૬ ઉપર તેની ફરજ પર હોય ત્‍યારે આરોપી હનીફ રસુલ મકવાણા ને યાર્ડ નં.૪ માંથી ૬ માં જતા રોકતા ફરીયાદી ધર્મદિપસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઈ, શબીર ઉર્ફે માઈકલ ઉમરભાઈ ખફી, સોહીલ મહમદભાઈ પારેખ, જાફર સીદીકભાઈ જુણેજા, ઉબેદ અબ્‍દુલભાઈ કોરડીયા, જહાંગીર યુસુફભાઈ ખફી, અબાર ઉર્ફે કારીયો હુશેનભાઈ સફીયા, અસલમ હુશેનભાઈ સફીયા, મુસ્‍તાક હોથીભાઈ ખફી, એઝાજ દાઉદભાઈ સફીયા, સાલેમામદ ઉર્ફે કચ્‍છી ઈશા દાઉદભાઈ છરૈયા, એઝાઝ ઉર્ફે ચકલી કદરભાઈ શેખ,અશરફ ઈલ્‍યાસભાઈ સાયચા, રે. જિલ્લા જેલ જામનગરવાળા ઓએ યાર્ડ નો દરવાજો બંધ ન થાય તે રીતે પકડી રાખેલ હતો અને આ દરવાજો બંધ ન થાય તે માટે સતત પ્રયત્‍ન કરી ફરીયાદી ધર્મદિપસિંહને પોતાની ફરજ બજાવતા અટકાવી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ છે.
લાલપુરમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો
લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. બલભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-પ-ર૦રરના લાલપુરમાં આરોપી પુંજાભાઈ લખુભાઈ આયડી, રે. લાલપુરવાળા એ વર્લીમટકના જુગાર ના આકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૂ.૧૧૩૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા
સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-પ-ર૦રરના સત્‍યમ કોલોની નેશનલ કોમ્‍પ્‍યુટર કોલેજની અંદર આરોપી સજુભા રામસંગજી જાડેજા, રવિરાજસિંહ મહેન્‍દ્રસિંહ પરમાર રે. જામનગરવાળો વર્લીમટકના જુગાર ના આકડા લખી લખાવી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૂ.૪ર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
દારૂ સાથે ઝડપાયો
ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અનિલભાઈ બાબુભાઈ સોઢીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-પ-ર૦રરના ચાંમુડા પ્‍લોટ, સોહીલ પ્રોવિઝન સ્‍ટોર, ધ્રોલમાં આરોપી ઉમરભાઈ ઉર્ફે ટપુ ઈસ્‍માઈલભાઈ શેખ, ધ્રોલ ગામવાળા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.ર,૦૦૦/ની રાખતા રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

 

(1:54 pm IST)