Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વડિયામાં પાંચ શકુનીઓ ઝડપાયા

રૂ. ૧૧૬૫૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા હતા : વડિયા પોલીસ એકશનમાં

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા.૭ : કોરોના કાળ વચ્ચે ગેર કાનૂની ધંધાને લગામ આપવા માટે વડિયા પોલીસ સતત એકિટવ મોડ માં જોવા મળે છે. વડિયા  માં પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે અમુક શકુનિઓ  સુરગપરા ખેતણી સ્કૂલ  પાસે સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા વડિયા પોલીસ ઇન્સ.એ ડી સાંબડ એપી બારીયા પી ડી કલસરિયા  દસુભાઈ સરવેયા  સંહિત ના સ્ટાફ દ્વારા  ચાલીને રેડ કરતા પાંચેય શખ્સો જેમાં  હનીફ ઈલિયાશ સાહમદાર  રાજેશ  બટુક  ગાદોયા. ઈમ્તિયાઝ અશરફ  આદમાંણી. ઉમેદ ધરમસી  પ્રપ્તાણી. જયરાજ  રાવત બસિયા ૧૧૬૫૦/-ની રોકડ અને પતા સાથે ઝડપી પાડતા ગ્રામીણ વિસ્તારમાં ભીમ અગિયારના જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો હોય તેવી સ્થિતિ નુ નિર્માણ થયુ છે. જોકે તહેવાર માં આવી ગેરકાનૂની બદીઓ ડામવા વડિયા પોલીસ સક્રિય બનતા  સામાન્ય લોકોમાં રાહત અને શાંતિ જોવા મળી રહી છે.

(11:58 am IST)