Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મૃતપ્રાયઃ હાલતમાં પડેલ સાવરકુંડલા બાયપાસ રોડ ફરી જીવિત થશે ? : સૂચક

સાવરકુંડલા તા. ૭ : છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ બાય પાસ રોડ મૃત્યુ પ્રાય હાલતમાં છે તેને જીવિત કરવા માં આવશે ખરા તેવો વેધક સવાલ નાગરિક બેંકના મેનેજિંગ ડિરેકટર હસુભાઈ સુચકે ઉઠાવેલ હતો.

આ અંગે નાગરિક બેંકના મેનેજિંગ ડિરેકટર હસુભાઈ સુચકે વધુમાં જણાવેલ હતું કે કેન્દ્રની સરકારે ખૂબ વિકાસ કર્યાની વાતો કરેછે અને ગુજરાત સરકાર તો કહે છે કે વાયબ્રાન્ડ ગુજરાત.. વિકાસશીલ ગુજરાત પ્રગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાતની વાતો કરતી ગુજરાત અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર પ્રજા ગેરમાર્ગે દોરી રહી છે તેના દાખલ રૂપે સાવરકુંડલાનો બાય પાસ રોડ બનાવવાનું કામ છેલ્લા ૧૫ વર્ષથી કરવામાં આવેલ છે તે બાય પાસ રોડ હજુ પૂર્ણ કરવામાં આવેલ નથી છતાં પણ ગુજરાત વિકાસશીલ અને પ્રગતિશીલ કહ ેછે સરપંચથી માંડી સાંસદ સુધી ભાજપની સરકાર છે છતાં પણ બાય પાસ રોડનું કામ પૂર્ણ કરવામાં આવેલ નથી અને બાય પાસ રોડ મૃત્યુ પ્રાય હાલતમાં છે તેને જીવિત કરવા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કયાં મુહુર્તની રાહ જોવે છે તે નથી સમજાતું.

બાયપાસ રોડનું કયાં મુદ્દે કામ અધુરૃં મુકવામાં આવેલ છે. ગુજરાત સરકારના પ્રશ્ને કે પછી કેન્દ્ર સરકારના પ્રશ્ને ? ગુજરાતનો પ્રશ્નો હોય કે કેન્દ્રનો પરંતુ બંનેમાં સરકાર તો ભાજપની જ છે ને તો કે એમ બાયપાસ રોડનું કામ પૂર્ણ કરી રોડ શરૂ કરવામાં આવતો નથી.

કે પછી આ સાવરકુંડલાનો બાય પાસ રોડ નું અધુરૃં પડેલ કામ પૂર્ણ કરવા ડ્રોનાલ ટેમ્પ ની મંજૂરી લેવી પડશે? કે પછી આબાયપાસ રોડ ભારત દેશનાનકશામાં નો આવતો હોય તોય વિલંબ થાય ખરા ? એમ બને ખરા? તેવું અંતમાં હસુભાઈ સુચકે જણાવેલ હતું.

(1:22 pm IST)