Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોરબીને મહાનગરપાલિકાનો દરરજો મળે તો પાલિકા પ્રમુખ પદ છોડવા તૈયાર.

મોરબી નગરપાલિકા પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી, પંચાયત મંત્રીને પત્ર લખ્યો.

મોરબી નગરપાલિકા વિસ્તારને તબદીલ કરીને મહાનગરપાલિકા (કોર્પોરેશન) તરીકે દરજજો આપવા અગાઉ ભાજપ અગ્રણીએ માંગ કર્યા બાદ હવે મોરબી નગરપાલિકા પ્રમુખે મુખ્યમંત્રી, પંચાયત મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે

મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર દ્વારા પત્ર લખી જણાવ્યું છે કે મોરબી નગરપાલિકા વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન (મહા નગરપાલિકા) માં તબદીલ કરવા માટે વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલ જાહેર હિતની માંગણી સાથે તેઓ પણ સહમત છે મોરબી નગરપાલિકા વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન બનાવી આસપાસના ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવે અને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે પાલિકા પ્રમુખ તરીકે તેઓએ માંગ કરી છે
વધુમાં નગરપાલિકા પ્રમુખે જાણવું છે કે મોરબી નગરપાલિકા વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન તબદીલ કરવા માટે માંગ કરી છે અને જો મહા નગરપાલિકાની સત્તાવાર જાહેરાત થશે તો તેઓ વર્તમાન પ્રમુખ તરીકે અને વોર્ડ નં ૧૧ ના કાઉન્સિલર તરીકેની પોતાની જવાબદારી અને સત્તા છોડવાનો વારો આવે જે છોડવા પણ તેઓ તૈયાર હોવાનું જણાવી મોરબીની પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને લઈને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માંગ કરી છે.

(10:59 pm IST)